સુરત, 23 ફેબ્રુઆરી : સમાજના દરેક સમુદાયોને વિકાસની સમાન તક આપીને રાજ્ય સરકારે લોકોનું જીવન સરળ બનાવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ લોકોને આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરૂ અને રાજા હરિશચંદ્ર મરણોત્તરક્રિયા સહાય યોજના તેમના જીવનનિર્વાહ માટે આધાર સ્વરૂપ સાબિત થઈ છે. સુરત જિલ્લાના અનુ.જાતિના લાભાર્થીઓને વર્ષ 2022-23માં ડૉ.આંબેડકર આવાસ, કુંવરબાઈ મામેરૂ, મરણોત્તર ક્રિયા સહાય યોજનામાં રૂ.39 લાખની સહાય પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ નવા 28 લાભાર્થીઓને પ્રથમ હપ્તાના રૂ.40,000 પ્રમાણે રૂ.11.20 લાખ, બીજા હપ્તામાં 25 લાભાર્થીઓને રૂ.60,000 પ્રમાણે 15 લાખ અને ત્રીજા હપ્તામાં 18 લાભાર્થીઓને રૂ.20,000 પ્રમાણે રૂ.3.60 લાખનો લાભ આપવામાં આવ્યો છે.
સાથોસાથ કુંવરબાઈ મામેરૂ યોજના હેઠળ કુલ 72 લાભાર્થીઓને રૂ.12000 અને 10000 પ્રમાણે કુલ 8.50 લાખ તેમજ રાજા હરિશચંદ્ર મરણોત્તર ક્રિયા સહાય યોજના હેઠળ કુલ 25 લાભાર્થીઓને રૂ.5000 પ્રમાણે કુલ રૂ. 1.25 લાખની સહાય આપવામાં આવી છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત-સુરત દ્વારા આ સહાય જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત