
સુરત : તા.૨૫મીએ સવારે ૯.૩૦ વાગે સરસાણા, પ્લેટેનિયમ હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ ફુડ અને એગ્રીટેક એક્ષ્પો-૨૦૨૩ ’ને કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલા ખૂલ્લો મૂકશે. સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, DITP/થાઈ ટ્રેડ સેન્ટર-મુંબઈના એક્ઝિ. ડિરેક્ટર સુપાત્રા સ્વાએન્ગ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ રિપબ્લીક ઓફ ઈન્ડોનેશિયા-મુંબઈના કોન્સ્યુલ જનરલ (ઈકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા ગુજરાત MSME કમિશનરેટ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો.લિ. અને નેશનલ એસસી-એસટી હબના સંયુક્ત ઉપક્રમે તા.25 થી 27 ફેબ્રુ. દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિ. એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 10 થી સાંજે 6 દરમ્યાન ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. જેમાં ગુજરાત સહિત દેશના ૧૧પ જેટલા એક્ઝિબીટર્સ ભાગ લઈ રહ્યા છે.
આ એક્ષ્પો અંગે પ્રેસ મીટમાં વિગતો આપતા ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે હબ સમાન છે. ચેમ્બર દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે અને ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં યોગદાન આપી શકે અને તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાઈ રહયું છે. બિયારણથી લઈને બજાર સુધીની કૃષિ શ્રૃંખલા જોવા મળશે, જે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની યોગ્ય તક મળશે.ઓર્ગેનિક ફૂડનું ચલણ વધી રહયું છે, ત્યારે કુદરતી રીતે લાકડાનો ઉપયોગ કરીને કાઢવામાં આવતા કચ્ચી ઘાણીના તેલને ભારતમાં સ્પ્રે ફોર્મેટમાં પ્રથમ વખત મિલિયર કંપની દ્વારા આ તકે લોન્ચ કરવામાં આવશે. ‘ફુડ અને એગ્રીટેક એક્ષ્પ’માં ‘થાઈ પેવેલિયન’ પણ ઉભું કરવામાં આવશે. જેમાં થાઈલેન્ડના 40થી વધુ એક્ઝિબીટર્સ ભાગ લેશે. સાથે જ તેઓ ‘થાઈલેન્ડ વીક રોડ શો- 2023’ નું પણ પ્રદર્શન કરશે.

દેશભરમાં ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023’ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પ્રદર્શનમાં થીમ પેવેલિયન પણ બનાવવામાં આવશે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને વ્યાપાર અને અભ્યાસની ઉજળી તક અને પ્લેટફોર્મ મળી રહેશે. એકજ સ્થળે સુરતીઓને 650થી પણ વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓનો આસ્વાદ માણવા મળશે.
પ્રદર્શનમાં કૃષિ મશીનરી અને સાધનો, દવા, ખાતર અને બિયારણો, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ સાધનો, ટપક સિંચાઈ, બાયો ટેકનોલોજી, ગ્રીન હાઉસ, પોલિહાઉસિસ, હાયડ્રોપોનિકસ, એકવાપોનિકસ, નર્સરી, સોલર પ્રોડકટ્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.ફૂડ પ્રોસેસિંગ સાધનો, મશીનરી, કન્ઝયુમર પેકેજડ ગુડ્સ, પેકેજિંગ મટિરિયલ્સ, કોલ્ડ ચેઈન, રેફ્રિજરેશન, વેર હાઉસિંગ, કાર્ગો હેન્ડલીંગ, ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઈન્સ્યુરન્સ, ફાયનાન્શિયલ સોલ્યુશન, ડ્રાય, ફ્રોઝન એન્ડ કેનડ ફૂડ, બેકરી, ગ્રોસરી, એડિટીવ્ઝ એન્ડ ફલેવર્સ, ફૂડ-બેવરેજ, ડ્રિન્ક (નોન આલ્કોહોલિક), ફૂડ પાર્કસનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે.
આ પ્રેસ મીટમાં DITP/થાઈ ટ્રેડ સેન્ટર-મુંબઈના એક્ઝિ. ડિરેક્ટર સુપાત્રા સ્વાએન્ગ, ચેમ્બરના ઉપપ્રમુખ રમેશ વઘાસિયા, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે. બી. પિપલીયા સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત