
સુરત : ઓલપાડ તાલુકાના શેરડી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાંધિયેરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-શેરડી દ્વારા રાષ્ટ્રીય કિશોર-કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર-કિશોરી આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 10 થી 19 વર્ષના 55 બાળકોને શાળામાં સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી, અને ટેકનોલોજીના માધ્યમ થકી માર્ગદર્શન અપાયું હતું. કિશોર કિશોરી સુખાકારી માટે કાળજીપૂર્વક મહિનામાં એક કાર્યક્રમ યોજવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કૃણાલ જરીવાલાએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહનરૂપે બેગનું પણ વિતરણ કરાયું હતું, જેમાં સરપંચ નરેન્દ્ર પટેલ, ડે.સરપંચ હસમુખ એમ રાઠોડ, પી.એચ.સી મેડિકલ ઓફિસર રાજેશ ગુર્જર, મુખ્ય શિક્ષક હીના પટેલ તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત