સુરત : ‘આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળા’ને ખૂલ્લો મુકાશે

સુરત, 31 માર્ચ : આયુર્વેદિક અને વાનસ્પતિક ઔષધિના ચાહક સુરતીઓને ડાંગ અને વલસાડના વૈદુભગતોની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તે હેતુથી સુરતમાં 2થી 8 એપ્રિલ દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશન પાસે, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, અઠવાલાઈન્સ ખાતે શ્રી પછાત મહિલા વિકાસ મંડળ-ભાવનગર તથા શર્વરીસેતુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી પરંપરાગત વૈદુભગતોના વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળો યોજાશે. […]

Continue Reading

સુરત : ઈ-બાઈક માટે સબસિડી મેળવી વરાછાની વિદ્યાર્થીનીનું પોતાની બાઈક લેવાના સ્વપ્નને સાકાર કરતી રાજ્ય સરકાર

સુરત, 31 માર્ચ : નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી રાજ્ય સરકાર પર્યાવરણની જાળવણી માટે પણ યોગ્ય દિશામાં પગલાં ભરી રહી છે. જેની સાબિતી આપતી ‘ઈ-બાઈક સહાય યોજના’ વિદ્યાર્થી વર્ગમાં લોકપ્રિય બની રહી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતોની સાથે પર્યાવરણની સુરક્ષાનો સુયોગ્ય તાલમેલ બેસાડતી ‘ઈ-બાઈક સહાય યોજના’ હેઠળ ધો.9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને લો-સ્પીડ ટુ વ્હીલર […]

Continue Reading

રામનવમીના પવિત્ર પર્વે ભાવનગરના ચૌહાણ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના વ્હાલસોયા પુત્રના અંગોનું મહાદાન કર્યું

સુરત, 31 માર્ચ : રામનવમીના પવિત્ર પર્વે ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા પુત્રના લીવર અને બે કિડનીનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા (મૂળ. પીપરાળી,તા.ઉમરાળા જિ. ભાવનગર) […]

Continue Reading

ભારત સરકારે ટેક્ષ્ટાઈલ મશીનરીની આયાત પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટીના એકઝમ્પશનને આગામી માર્ચ 2025 સુધી એક્સટેન્ડ કરી

સુરત, 30 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારને ટેક્ષ્ટાઈલ મશીનરીની આયાત ઉપર જે બેઝીક કસ્ટમ ડયુટી લાગતી હતી તેના એકઝમ્પશન માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઇને ભારત સરકારે ટેક્ષ્ટાઈલ મશીનરીની આયાત પર લગાવવામાં આવતી બેઝિક કસ્ટમ ડ્યુટીના એકઝમ્પશનને આગામી માર્ચ 2025 સુધી એક્સટેન્ડ કરી છે.ચેમ્બર […]

Continue Reading

સુરતમાં ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં સેમિનાર યોજાયો

સુરત, 30 માર્ચ : ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિરલ દેસાઈ દ્વારા પલસાણાની ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ’ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જે સેમિનારમાં સુરત જીપીસીબીના રિજનલ હેડ ડૉ. જિજ્ઞાસા ઓઝા પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતા.આ સેમિનાર અંતર્ગત વિરલ દેસાઈએ ઈન્સ્ટિટ્યુડના વિદ્યાર્થીઓને પર્યાવરણ તેમજ ઊર્જા સંરક્ષણની મહત્તા તેમજ આપણી […]

Continue Reading

અમદાવાદ : ભારતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ રિટેલ ચેઈન પૂજારા ટેલિકોમ

અમદાવાદ, 30 માર્ચ : પુજારા ટેલિકોમ, ભારતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ રિટેલ ચેઈન, તેના પ્રોડક્ટ શ્રેણીઓમાં વિસ્તરણ માટે તૈયાર છે અને તેણે તાજેતરમાં જ સમગ્ર ઈન્ડિયામાં તેના સ્ટોર્સમાં હાયર એસી ની નવી શ્રેણી લૉન્ચ કરી છે. પુજારા ટેલિકોમે ફેબ્રુઆરી 2023 માં ભારતમાં તેની નવીનતમ એર કન્ડીશનીંગ શ્રેણી – હાયર ક્યુનોચી 5 સ્ટાર […]

Continue Reading

સુરત : પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલનો સતત બીજી વખત દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ

સુરત : ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબાર ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સી.આર.પાટીલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ 89 હજાર થી વધુ મતોથી જંગી સરસાઈ થી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર […]

Continue Reading

સુરત : સીજીએસટીના સુપ્રિટેન્ડન્ટ લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

સુરત, 29 માર્ચ : પોતાના ધંધાર્થે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન નંબર મેળવવા માંગતા એક જાગૃત નાગરિક પાસેથી સી.જી.એસ.ટી. રેન્જ-૩ , ડિવિઝન-1, સેન્ટ્રલ જી.એસ.ટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશ્નરેટની કચેરી, બહુમાળી બિલ્ડીંગની સામે, નાનપુરા ખાતે ફરજ બજાવતા વર્ગ-2ના સુપ્રિટેન્ડેન્ટ રંજીત કુમાર S/o ક્રિષ્ના કુમાર સાહ 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ જતા કર્મચારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે.મળેલી […]

Continue Reading

પૂજ્ય મોટાના આશીર્વાદ લેવા જરૂર આવીશ…પણ પુરસ્કાર માટે માફ કરશો : ચિંતન રાજ્યગુરૂ

સુરત, 29 માર્ચ : સંસ્કૃત ભાષા સાથે એમ.એ. બી.એડ., સંસ્કૃત ભાષાના વિદ્યાવાન અને સંસ્કૃતમાં શાસ્ત્રી અને આચાર્ય, શિક્ષાશાસ્ત્રી એવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર અને શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ (ગુરુકુળ પરંપરા)માં શિક્ષિત અને દીક્ષિત અને પોલીસમાં પહેલી ભરતી લોકરક્ષક તરીકે અને આજે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પી.સી.આર. વાનમાં જાહેર જનતાની સેવામાં કાર્યરત એવા પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુએ […]

Continue Reading

મહુવા સુગર ફેક્ટરી બામણીયા ખાતે ટેન્કરમાંથી ઈથેનોલ લિકેજ ઘટનાની મોકડ્રીલ યોજાઈ

સુરત, 29 માર્ચ : સુરત જિલ્લાના બારડોલી-મહુવા ઈન્ડસ્ટ્રીયલ પોકેટમાં આવતા વિવિધ એક્સિડન્ટ હેઝાર્ડ ધરાવતા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જળવાઈ રહે એ હેતુથી મહુવા સુગર ફેક્ટરી, બામણીયા ખાતે ટેન્કરમાંથી ઈથેનોલ લિકેજ ઘટનાની મોકડ્રીલ યોજાઈ હતી.ઈથેનોલને ટેન્કરમાં લોડિંગ કરતી વખતે ઈથેનોલ લિકેજ થતા […]

Continue Reading