
સુરત, 2 માર્ચ : બારડોલી સાસંદ પ્રભુ વસાવાએ લોકોની સેવા અને મદદ કરવાની ઉમદા ભાવનાને ચરિતાર્થ થાય તે માટે પોતાના જન્મદિવસ નિમિતે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ દર્દીઓના સ્વાસ્થની જણકારી મેળવી ફ્રુટ કીટનું વિતરણ કરી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. અને માંડવી તાલુકાના ખાત્રાદેવી ગામમાં રહેતા વાડડીયા ધીમલાભાઇ વસાવાને કાન પર થયેલી કાળી ગાંઠની સારવારની તમામ જવાબદારી સાસંદએ લીધી હતી.આ ઉપરાંત સાંસદએ માંડવી તાલુકાના તમામ ટી.બી.ના દર્દીઓના ઘરે ઘરે જઈને તેમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી ફ્રુટ કીટનું વિતરણ કર્યું હતું.તેમની સાથે માંડવી તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બારડોલીના સાસંદએ પોતાના જન્મદિવસે રામેશ્વર મહાદેવ મંદિરે જઈને પૂજા અર્ચના કરી પિતાના સ્મૃતિ સ્થાને જઈને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ માતાના પણ આશીર્વાદ લીધા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત