
સુરત, 2 માર્ચ : સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બારડોલી તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની સરકારી સેવામાં 5 વર્ષની સેવાઓ પુર્ણ કર્યા બાદ નિયમિત નિમણુકના હુકમ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં 107 જેટલા કર્મચારીઓને નિયમિત નિમણૂક પત્ર અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કાયમી નિમણૂકને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાન પર લઇ સુરત જિલ્લા પંચાયત દ્વારા વર્ગ-3 માં આવતા અને છેલ્લા 5 વર્ષથી સતત ફરજ બજાવતા કર્મચારીઓને હવે કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખાસ કરીને સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ કામ કરે છે.જેમને કાયમી નિમણુંક માટે અભિનંદ પાઠવું છું એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ અધ્યક્ષક જીગ્નેશભાવસારે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય શાખાના વિવિધ સંવર્ગના કર્મચારીઓમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર લેબ ટેક્નિશિયન સહિતના કર્મચારીઓનો આ નિમણૂક પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે.107 જેટલા કર્મચારીઓને આજે નિયમિત નિમણૂક પત્ર વિતરણ કરાયા છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલપટેલ, જિલ્લા આર.સી.એચ.ઓ ડો.પ્રિયુષ શાહ, જિલ્લા પંચાયત સભ્ય રોશન પટેલ,બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ અંકીત રાઠોડ, ઉપ્રમુખ નિલા પટેલ, બારડોલી તાલુકા પંચાયત સભ્યો તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત