
સુરત, 3 માર્ચ : પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના કાર્યક્ષેત્રમાં આવતી જિલ્લા માહિતી કચેરીઓની અધિકારીઓ સાથે ઈ.સંયુક્ત માહિતી નિયામક હેતલ દવેના અધ્યક્ષસ્થાને કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સંયુક્ત માહિતી નિયામકએ પ્રસારપ્રચારની પરિમાણલક્ષી કામગીરી અને વહીવટી કાર્યપ્રણાલીને સુદ્રઢ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પાક્ષિક છેવાડાના વિસ્તારો સુધી પહોંચે અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો મેળવે તેવી ફળદાયી કામગીરી અને કચેરીની સફાઈ/સ્વચ્છતાની જાળવણી કરવાની હિમાયત કરી હતી. બેઠકમાં વિવિધ યોજનાઓની સાફલ્યગાથાઓ તૈયાર કરવી, એ.જી.ના પારાઓનો નિકાલ, ફાઈલ વર્ગીકરણ, પડતર બિલો, ગુજરાત પાક્ષિકના લવાજમો, સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગવંતી બનાવવા પર ભાર મુકયો હતો.

બેઠકમાં નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક(ભરૂચ) ભાવના વસાવા, નવસારી જિલ્લાના સહાયક માહિતી નિયામક યજ્ઞેશ ગોસાઈ, તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર, ડાંગના ઈ.સહાયક માહિતી નિયામક મનોજ ખેંગાર, સુરતના ઈ.એે.ડી.આઈ. મહેન્દ્ર વેકરીયા, અધિક્ષક(વલસાડ) અક્ષય દેસાઈ, સિનીયર સબ એડિટર(નર્મદા) ઉર્મિલા માહલા ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત