
સુરત,3 માર્ચ : એર એશિયાએ આજે ગુજરાતના સુરતમાંથી કામગીરી શરૂ કરી હતી, જેના પગલે એરલાઇનના ડોમેસ્ટિક નેટવર્કમાં સામેલ 19મું એરપોર્ટ બની ગયું છે. એરએશિયા ઇન્ડિયા હવે સુરતથી બેંગાલુરુ, દિલ્હી અને કોલકાતાની દરરોજ ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરશે. ફ્લાઇટ સુરતને એના નેટવર્ક પર અન્ય સુવિધાજનક વન-સ્ટોપ રુટ કે માર્ગ મારફતે વિવિધ એરપોર્ટ સાથે પણ જોડશે, જેમ કે બાગ્ડોગરા, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગૌહાટી, ગોવા, હૈદરાબાદ, જયપુર, કોચી, લખનૌ, રાંચી, શ્રીનગર અને વિશાખાપટનમ. એરલાઇનની વેબસાઇટ અને મોબાઇલ એપ પરથી બુકિંગ કરાવતાં ટાટા નીયુપાસ રિવોર્ડ્ઝ પ્રોગ્રામના સભ્યો દરેક બુકિંગ સાથે નીયુકોઇન્સ મેળવી શકે છે તથા એક્સક્લૂઝિવ મેમ્બર રિવોર્ડ અને બેનિફિટ મેળવી શકે છે. વળી ફલાઇટ્સનું બુકિંગ અન્ય મુખ્ય બુકિંગ ચેનલ્સ પર પણ થઈ શકે છે. એરલાઇન કોર્પોરેટ, SMEs, પરિવારો, સેનાના કર્મચારીઓ અને તેમના પરિવારજનો, ડૉક્ટર્સ અને નર્સો, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ભાડાનાં દર અને બેનિફિટ પણ આપે છે.
એરએશિયા ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર અંકુર ગર્ગએ કામગીરીની શરૂઆત પર કહ્યું હતું કે, “અમને ગુજરાતના સુરતમાંથી કામગીરી શરૂ કરવાની ખુશી છે. સુરત ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં શહેરો પૈકીનું એક છે અને ભવિષ્યની વૃદ્ધિ માટે મોટા પાયે સંભવિતતા ધરાવે છે. આ વિસ્તારની સતત આર્થિક વૃદ્ધિ અને એની સાથે પ્રવાસનની મોટી સંભવિતતા સુરતને એરએશિયા ઇન્ડિયાનાં આગામી ડેસ્ટિનેશન માટે આદર્શ પસંદગી બનાવે છે. સુવિધાજનક સમય પર 21 વીકલી ડાયરેક્ટ ફ્લાઇટ સુરતને બેંગાલુરુ, દિલ્હી અને કોલકાતા સાથે જોડશે. અમે અમારા મહેમાનોને શ્રેષ્ઠ મૂલ્ય અને સુવિધાજનક અનુભવ પ્રદાન કરવા કટિબદ્ધ છીએ.”

3 માર્ચ, 2023થી તમામ રુટ પર ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે
ક્રમ શહેરથી શહેર સુધી ઉડાન ભરવાનો સમય આગમનનો સમય ફ્રીક્વન્સી
1 બેંગાલુરુ સુરત 14:25 16:15 ડેઇલી
2 સુરત બેંગાલુરુ 16:45 19:00 ડેઇલી
3 દિલ્હી સુરત 08:20 10:00 ડેઇલી
4 સુરત દિલ્હી 11:00 12:40 ડેઇલી
5 કોલકાતા સુરત 13:55 16 :30 ડેઇલી
6 સુરત કોલકાતા 17:05 19:40 ડેઇલી
એરએશિયા ઇન્ડિયાએ પ્રથમ ફ્લાઇટ પર મહેમાનો માટે વિશિષ્ટ વાનગી ધરાવતા એક કેન્દ્ર તરીકે સુરતની કામગીરી શરૂ કરીને ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે મહેમાનોને પૂરક ફ્યુઝન ડિઝર્ટ ‘શ્રીખંડ મૂસ’ પીરસવામાં આવ્યો હતો. એરએશિયા ઇન્ડિયાને એના ડાઇનિંગ મેનુ ‘ગોરમેર’ના ‘રિજનલ ફેવરિટ્સ’ સેક્શન દ્વારા ભારતની પરંપરાગત અને સાંસ્કૃતિક વારસારૂપ વાનગીઓ પીરસવા પર ગર્વ છે. તાજ સેટ્સમાં શેફ દ્વારા બનાવેલા મનપસંદ ફ્રેન્ચ ડિઝર્ટ સાથે પરંપરાગત ગુજરાતી વાનગીનો કળાત્મક સમન્વય કરીને ખાસ બનાવેલા શ્રીખંડ મૂસ તમામ ફ્લાઇટમાં પીરસવામાં આવે છે. ગોરમેર મેનુ સમગ્ર દેશમાં તમામ વિમાનોમાં પીરસવામાં આવે છે, જેમાં વિશિષ્ટ શોંદેશ તિરામિસુ સામેલ છે, જેને એરલાઇનના માસ્ટરશેફ સ્પેશ્યલ સેક્શનના ભાગરૂપે એરએશિયા ફ્લાઇટ્સ માટે માસ્ટરશેફ કિર્તી ભૌતિકાએ ખાસ બનાવ્યું છે. એરએશિયા ઇન્ડિયા સુવિધાજનક રીતે તમામ લેધર સીટ ઓફર કરે ચે અને મહેમાનોને અતિ જરૂરી સેવાઓ પૂરી પાડે છે.
એરલાઇન ફ્લાઇટની અંદર પ્રથમ પ્રકારના મનોરંજન કેન્દ્ર ‘એરફ્લિક્સ’નો અનુભવ પણ પૂરો પાડે છે. એરફ્લિક્સ એરલાઇનના તમામ વિમાનમાં ઉપલબ્ધ છે અને 6,000થી વધારે કલાકની હાઇ-રિઝોલ્યુશન કન્ટેન્ટ કે સામગ્રી ઓફર કરે છે, જે 1,000થી વધારે આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મો, ટૂંકી ફિલ્મો અને વિવિધ વેબ સીરિઝના 1500+ એપિસોડ ધરાવે છે. પરિણામે યુઝર્સને સતત કન્ટેન્ટ જોવા મળે છે તથા ફ્લાઇટની અંદર ફૂડ અને બેવેરેજીસ અને કાળજીપૂર્વક સામેલ કરેલી ઇ-કોમર્સ બ્રાન્ડ્સનો ઓર્ડર આપી શકે છે.
આ ઓપરેશનને માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લીલી ઝંડી આપી હતી; આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી અને સુરતમાંથી લોકસભાના સાંસદ દર્શના જરદોશ, ગજુરાત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એરપોર્ટ સલાહકાર સમિતિ, સુરતના ચેરમેન સી આર પાટિલ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલ, એમઓસીએના સંયુક્ત સચિવ અસંગ્બા ચુબા એઓ, ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ હરીત શુક્લા, એર ઇન્ડિયા એક્સપ્રેસના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેપ્ટન પુષ્પિન્દર સિંઘ, એરએશિયા ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર અંકુર ગર્ગ અને એર ઇન્ડિયા એક્સપ્રેસના ચીફ ઓફ કમર્શિયલ તારા નાયડુ ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત