સુરત, 3 માર્ચ : વલસાડની આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લિ.ની લોભામણી સ્કીમોમાં રોકાણ કરી નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકો જરૂરી પુરાવાઓ સાથે સી.આઈ.ડી. ક્રાઈમ-સુરતનો સંપર્ક કરવા જણાવાયું છે.
આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસા. કે જે ગલી નં.16,17 બીજા માળે, ચંદ્રલોક કોમ્પ્લેક્ષ, સિનેપાર્કની બાજુમાં, ચણોદ, વાપી તથા ફ્લેટ નં.302, ત્રીજા માળે, આરંભ ચેમ્બર, ચીકુવાડી, ચલા તા.વાપી, જિ.વલસાડ ખાતે રજિસ્ટર્ડ ઓફિસ વાપી ખાતે શરૂ હતી. જેના હોદ્દેદારો/કર્મચારીઓએ ‘મંડળીના સભાસદો/થાપણદારો/આમજનતા પાસેથી જુદી-જુદી લોભામણી સ્કીમો બનાવી મોટી રકમો ઉઘરાવી હતી. અને રકમનો નાણાકીય/વહિવટી હિસાબ રજૂ કરવામાં તથા રોકાણકારોના નાણાં પરત કરવામાં નિષ્ફળ ગયા છે’ આ બાબતની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ-સુરત કરી રહી છે. જેથી ‘આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસા.એ જે નાગરિકો સાથે નાણાંકીય વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હોય, કે પાકતી મુદતે રોકાણના નાણાં પરત કરવામાં નિષ્ફળ ગયા હોય તો તે અંગેના રોકાણના જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે સી.આઈ.ડી. ક્રાઈમ, આર્થિક ગુન્હા નિવારણ શાખા, બીજો માળ, એ-બ્લોક, બહુમાળી ભવન, નાનપુરા, અઠવાલાઈન્સ, સુરતનો સંપર્ક સાધવા સુરત સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ સબ ઈન્પેક્ટરની યાદીમાં જણાવાયું છે. આ અંગેની વધુ જાણકારી માટે ફોન નં.0261-2474716 ઉપર સંપર્ક કરી શકાશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત