સુરત શહેરના મેયર તથા જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે અડાજણ ખાતે સરસ મેળાનો પ્રારંભ થશે

સ્થાનિક
Spread the love

સુરત, 3 માર્ચ : ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાતના ગ્રામ વિકાસ વિભાગ તથા ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ 4 માર્ચ-2023ના રોજ સાંજે 5:30 વાગે સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ, ખાતે મેયર હેમાલી બોધાવાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશપટેલની ઉપસ્થિતિમાં સરસ મેળા-2023નો પ્રારંભ થશે. આ સરસમેળો 13માર્ચ 2023 સુધી ચાલશે જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ મેળામાં 150 જેટલા સખી મંડળોના સ્ટોલ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.
આ મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોના 50 તથા રાજયભરના 100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડીજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર અપાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીગ ડિરેકટર મનીષ બંસલ, કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરતના નિયામક એમ. બી. પ્રજાપતિ, ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *