સુરત, 3 માર્ચ: પોલીસ કમિશ્નર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમની સૂચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર “મહિલા ગુન્હા નિવારણ શાખા (IUCAW)”ની સંયુક્ત ટીમ દ્વારા ના રોજ પાલ અડાજણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.પી.સવાણી પાસે આવતા મળેલ આધારભુત બાતમી હકીકત આધારેસંયુક્ત પોલીસ ટીમ દ્વારા સુરતઅડાજણવિસ્તારમાં આવેલ એ/12 શાંતિસાગર રો-હાઉસ, હરીઓમ પેટ્રોલ પંપ ની ગલીમાં મેઇન રોડ પર, અડાજણ, સુરત ખાતે રેઈડ કરવામાં આવી હતી.
આ મકાનમાં પ્રાશંત જીત નીમાઇ ઘોષ રહે:- એ/12 શાંતિસાગર રો-હાઉસ, હરીઓમ પેટ્રોલ પંપ ની ગલીમાં મેઇન રોડ પર, અડાજણ, સુરત તથા પ્રિન્સકુમાર (જેના પુરા નામ ઠામની ખબર નથી) દ્વારા દેહવેપાર ધંધા અર્થે રાખેલ ભાડાના રો-હાઉસમાંના સંચાલક પ્રાશંતજીત નીમાઇ ઘોષ જે ગ્રાહકોને મનપંસદ લલના સુધી પહોંચાડી તેઓનેદેહ વ્યપારનો ધંધો કરી-કરાવી શરીરસુખ માણવા માટે આવતા ગ્રાહકોને સવલતો પુરી પાડી કુટણખાનું ચલાવી પોતાના આર્થીક ફાયદા માટે દેહ વ્યપારનો ધંધો કરાવી ધંધા થકી કમિશન કમાતો હતો.આ રેઈડદરમ્યાન પોલીસને રોકડા રૂપિયા 14,000/- તથા મોબાઇલ ફોન નંગ- 2 જેની કિંમત 10,000/- ગણી કુલ્લે ૨૪,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રો-હાઉસ ભાડે રાખનાર પ્રાશંતજીત નીમાઇ ઘોષતથા પ્રિન્સકુમાર (જેના નામ ઠામની ખબર નથી) ને વોન્ટેડ જાહેર કરી, સંચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીકરવામાં આવેલ છે. તેમજ લલનાઓને દેહ-વ્યપારનો ધંધો નહિ કરવા માટે કાઉન્સેલીંગ કરેલ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત