સુરત : સિનિયર સિટીઝન મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે

ખેલ જગત
Spread the love

સુરત, 3 માર્ચ : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, G૨૦ અને ‘વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર સિટીઝન (60 વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, સી.બી.ભંડારી સરસ્વતી વિદ્યાભવન શાળા, મગદલ્લા ખાતેથી ફોર્મ મેળવી તા.12મી માર્ચ સુધીમાં જમા કરાવવા.
મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાની સ્પર્ધા અલગ-અલગ યોજાશે. ભાગ લેનાર ખેલાડીઓની એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરાશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. 8141222502 / 8758998886 પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા રમતવિકાસ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *