સુરત : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 5મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી સ્થિત લેઉવા પાટીદાર સમાજ હોલ ખાતે સવારે 9:30 કલાકે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના આંતરારાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, સખી વન સ્ટોપ સેન્ટરના લોકાર્પણ, વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ મહિલાઓનો સન્માન કાર્યક્રમ, વિવિધ યોજનાઓના ખાત મુહૂર્ત તથા ઈ-લોન્ચિંગ કરવામાં આવશે.
આ અવસરે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતા પટેલ,બારડોલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિલા પટેલ, બારડોલી નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુની દેસાઈ, મહિલા અને બાળવિકાસ યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ નયના સોલંકી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત