સુરત, 4 માર્ચ : ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવી અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેઓના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેનો છે.ડોનેટ લાઈફ અંગદાનની જનજાગૃતિ માટે અઢાર વર્ષથી 24*7=365 દિવસ સેમીનાર, વર્કશોપ, વોકાથોન, એક્ઝિબિશન, પતંગોત્સવ તેમજ ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરીને સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.
વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા પોતાના પતિ અને બાળકોના અંગદાન માટે સહમતી આપી, તેઓના અંગદાન કરાવી, ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવનાર, સમાજને અંગદાન-જીવનદાનનો સંદેશો આપનાર 21 મહિલાઓનું સન્માન સુરત શહેરના માનનીય મેયર હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી પોલીસ કમિશ્નર હેતલ પટેલના વરદ હસ્તે સોમવાર 6 માર્ચના રોજ બપોરે 3:30 કલાકે ડોનેટ લાઇફ, પ્રાઇમ શોપર્સ, ચોથો માળ, શોપ નંબર 428થી 430, સફલ સ્કવેરની સામે, યુનિવર્સીટી એરપોર્ટ રોડ, વેસુ, સુરત ખાતે કરવામાં આવશે.સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 450 કિડની, 192 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 350 ચક્ષુઓના દાનથી કુલ 986 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત