સુરત,4 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.10 (એસ.એસ.સી.) અને ધો.12(એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના નિયમિત રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની આગામી તા.14 માર્ચથી શરૂ થનાર પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષાઓનું સરળ સંચાલન થાય એ હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અન્વયે પોલીસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર સુરત જીલ્લાના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રથી 200 મીટરના ઘેરાવામાં ચાર કે તેથી વધુ માણસોની સભા/સરઘસ કાઢવા પર કે વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉન હોલ, સ્મશાન યાત્રા કે પરીક્ષા વ્યવસ્થામાં ON EXAM DUTY માં સંકળાયેલ તથા પ્રાર્થના સ્થળોએ પ્રાર્થના માટે જતી બોનાફાઈડ વ્યકિતઓને અને એક્ઝી.મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવીને ભરાતી સભાને લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ આગામી તા.14માર્ચથી તા.29 માર્ચ સુધી કરવામાં આવશે. તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
અટલ રાષ્ટ્ર ન્યૂઝ // ભાવેશ ત્રિવેદી // સુરત