
સુરત, 5 માર્ચ : વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી “એક તીર દો નિશાન” કહેવતનાં ને પુરવાર કરતા અનોખા અંદાજમાં કરવામાં આવી હતી.મહિલાઓ સ્વરોજગાર મેળવી સ્વમાનભેર સમાજની વચ્ચે ઉભી રહે એ વિચારોની સાથે સદન વસ્તીનાં બાળકોને બગીચામાં લઈ જઈ આનંદ પ્રમોદની રમતો રમાડી નાસ્તો કરાવવામાં આવ્યો હતો આ બાળકોને બગીચામાં લઈ જવા માટે પિંક ઓટો ચાલક મહિલાઓને બોલાવવામાં આવી હતી અને બાળકોને પિંક ઓટોમાં જ બગીચામાં લઈ જવામાં આવ્યા. જેથી આ મહિલાઓને રોજગારી મળી અને બાળકો પણ ખુશ થયા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના ફાઉન્ડર રોનક ધ્રુવ, રંજન સાલુકે, જ્યોતિ પટેલ, ટ્રસ્ટી જીગ્નેશ વ્યાસ, રણજીત જૈન, બબીતા સચદેવા, રાજકુમાર જૈન, સેફાલી પટેલ અને ગુંજન મુંજાલ હાજર રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત