
સુરત, 5 માર્ચ : 25 ફેબ્રુઆરી થી રવિવાર 5 માર્ચ સુધી મોટા મંદિર હવેલીના વલ્લભરાયજીની અધ્યક્ષતામાં ફાગ ઉત્સવ તેમજ ગિરિરાજ મહત્મયકથા નું આયોજન કરવામાં આવ્યું હતું .7 દિવસ સુધી હજારો વૈષ્ણવોએ કથાના રસપાનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે જગદગુરુ વલભાચાર્ય વિકાસ ટ્રસ્ટ આયોજિત બ્લડ કેમ્પ માં 52 બોટલ રક્તદાન કરીને એક માનવ સેવા નું મહામૂલું કાર્ય કરવામાં આવ્યું હતું અને બાવાએ તમામ વેષ્ણવોને વર્ષ માં ઓછામાં ઓછું એકવાર રક્તદાન કરવા ને પર્યાવરણ ની જાગૃતિ માટે એક વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સુરત ના સામાજિક ઘનશ્યામ બિરલાને 100 વાર રક્તદાન કરવા બદલ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે સુરત તેમજ જેસલમેર બોર્ડર પર 10000 વૃક્ષારોપણ કરવાબદલ મોટા મંદિરના વલ્લભબાવા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત