તા.9 અને 10મીએ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે મદદનીશ નિયામક કચેરી દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાશે

શિક્ષણ જગત
Spread the love

સુરત, 7 માર્ચ : મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી/એસ.ટી.સુરતના સહયોગમાં 9 અને 10મી માર્ચે વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી ખાતે પાર્કિંગ એરિયા, લાઈબ્રેરી બિલ્ડીંગ ખાતે સુરત જિલ્લાના નોકરી મેળવવા ઈચ્છુક યુવાનો ભરતી મેળો યોજાશે.
વધુમાં વધુ યુવાનો રોજગારી મેળવી પગભર બને એ માટે ધો.10 અને 12 પાસ, આઈ.ટી.આઈ.કોપા/AOCP/MMCP/વાયરમેન/ઈલેક્ટ્રીશ્યન/ફ્રીટર/મિકેનિક/ડીઝલ મિકેનક/ડ્રાફ્ટમેન, B.C.A., B.B.A., B.Com., B.A., M.Com., MCA, MBA-HR, MSC-IT, B.Tech, B.E.-IT/ECE/EEC/Mech./Chemical/TAXTILE/ FASHION Tech. & Design સંબંધિત અભ્યાસ કરેલ રોજગારવાંચ્છુ યુવાનો ઈન્ટરવ્યુની તૈયારી સાથે આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલ જગ્યાઓની વધુ વિગત માટે રોજગાર સેતુ હેલ્પલાઈન નં. 6357390390 પર કોલ કરી સુરત જિલ્લાની રોજગાર કચેરીમાંથી માહિતી મળી શકશે અને રોજગાર કચેરી-સુરતના ફેસબુક પેજ MCCSURAT ટેલિગ્રામ ચેનલ- Employment office, surat પરથી જોઈ શકાશે તેમ મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *