સુરત, 7 માર્ચ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત સુરતની આયુષ શાખા દ્વારા તાલુકા કક્ષાએ ‘આયુષ મેળો’ યોજાનાર છે. જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા રોગોનું નિદાન અને સારવાર મેળવી શકે એ હેતુથી તા.10,11 અને10 માર્ચના રોજ સુરતનાં અલથાણ વિસ્તાર તેમજ ચોર્યાસી અને કામરેજ તાલુકામાં ‘આયુષ મેળા’ યોજાશે.
તા.10મીએ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અલથાણ કોમ્યુનિટી હૉલ ખાતે, તા.11મીએ સવારે 10 વાગ્યા 3 વાગ્યા સુધી ચોર્યાસી તાલુકાની સણીયા કણદે પ્રાથમિક શાળામાં અને તા.12મીએ કામરેજ તાલુકાના ઉમામંગલ હૉલ ખાતે સવારે 10થી 3 વાગ્યા સુધી આયુષ મેળો યોજાશે. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી જનરલ ઓ.પી.ડી., ચામડીના રોગો, સ્ત્રી રોગો, હરસ, મસા, ડાયાબીટીસ, બીપી જેવા રોગોના નિદાન અને સારવાર, 0થી 5 વર્ષના બાળકોને રોગપ્રતિકારક શક્તિવર્ધક સુવર્ણપ્રાશન, અગ્નિકર્મ, મર્મચિકિત્સા, રક્તમોક્ષણ, પ્રકૃતિ પરિક્ષણ, રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા/દવા વિતરણ, પ્રદર્શન-વૈદીક/પૌષ્ટીક વાનગી, દિનચર્યા, ઋતુચર્યા, લીલી સુકી ઔષધિઓ, ગર્ભસંસ્કાર યોગ-પ્રાણાયામ જેવી તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત