સુરત, 7 માર્ચ : સુરતની પેન્શન ચુકવણા કચેરી પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનું કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી આવકવેરા કાયદા હેઠળ New Regime અને Old Regime એમ બે વિકલ્પ આપવામાં આવેલા છે. જે પેન્શનરો ઓલ્ડ રિજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ જ પેન્શન કચેરીને લેખિતમાં તા.16/03/2023 સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનરોએ ઓલ્ડ રિજીમનો વિકલ્પ આપેલ હશે તે સિવાયના બાકીના તમામ પેન્શનરશ્રીઓએ ન્યુ રિજીમનો વિકાસ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે તેમ સુરત શ્રેયાન તિજોરી અધિકારી(પેન્શન)ની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત