
સુરત, 10 માર્ચ : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્કવોડ ટીમે પલસાણા, ચલથાણ અને કડોદરા ખાતે તમાકુવિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત તમાકુનું વેચાણ, જાહેરાત, જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.20,900 /- દંડ વસુલ કર્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ નોડલ ઓફિસર ડો.અનિલ બી. પટેલ અને એપિડેમીક મેડિકલ ઓફિસર ડો.કૌશિક મહેતા માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ ઝુંબેશ અંતર્ગત ઈન્સ્પેકટર અજયસિંહ ચાવડા અને એ.એસ.આઈ ભરતસિંહ રાઠોડ, ડિસ્ટ્રીકટ કાઉન્સેલર કીર્તિરાજ સોલંકી અને ડી.એસ.આઈ હસમુખભાઈ રાણાએ COTPA-૨૦૦૩ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરી હતી.નોંધનીય છે કે, વર્તમાન વર્ષ 2022-23માં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ-સુરત દ્વારા રૂ.7,23,952/- નાણાકીય દંડની વસુલાત કરવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત