સુરત, 10 માર્ચ : સુરત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી સુરત જિલ્લાના મહુવાના ઓંડચ એપ્રોચ રોડ ઉપર આવેલ આર્ક બ્રિજની બન્ને બાજુએથી લોકોની તથા વાહનવ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરનામા અનુસાર પંચાયત (મા.મ.) પેટા વિભાગ, મહુવાની કચેરીના કાર્યક્ષેત્ર હસ્તકનો ગ્રામ્ય માર્ગ (પ્લાન) ઓંડચ એપ્રોચ રોડ આવેલા જુના આર્ક બ્રિજના સબસ્ટ્રકચર અને સુપર સ્ટ્રકચરમાં મોટી તિરાડો પડી છે. સુપર સ્ટ્રકચરમાં સેટલમેન્ટ હોવાથી આ પુલ નબળી હાલતમાં છે. આથી કોઈ પ્રકારની જાનહાનિ કે અકસ્માત ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે આર્ક બ્રિજને બન્ને બાજુએથી લોકોની તથા વાહનવ્યવહારની અવરજવર માટે કાયમી ધોરણે દિવસ-રાત દરમ્યાન પ્રતિબંધ રહેશે. સુંદર પુલની નજીકમાં વૈકલ્પિક રસ્તા તરીકે મહુવા ડચ આમચક કવિઠા નિહાલી રોડ પરથી લોકો તથા વાહનો પસાર થઇ શકશે.
આ જાહેરનામા સામે કોઈ નાગરિકને વાંધો કે રજૂઆત હોય તેઓ તેઓ 30 દિવસમાં વાંધા, સૂચન કે રજૂઆત કરી શકશે, જેના પર તંત્ર દ્વારા વિચારણા કરાશે. હુકમનો ભંગ કરનાર વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત