સુરત,10 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, 11 માર્ચ 2023ના રોજ સવારે 9થી સાંજે 4 કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં ‘એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરા, વાપી–વલસાડના બીએનઆઇ (બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના એકઝીકયુટીવ ડાયરેકટર આયુષ બંસલ, મર્જ ટેકનોલોજીસના ડાયરેકટર મનોજ અત્રી, આરસીઆઇ ઇન્સ્ટીટયુટના ઓનર સીએ રવિ છાવછરીયા અને સંગિની ગૃપના મેનેજિંગ ડાયરેકટર આદર્શ પટેલ દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવશે.
ઉપરોકત તમામ વકતાઓ પોતાના વકતવ્યમાં પાવર ઓફ નેટવર્કિંગ, પ્રોફેશનલ એપ્રોચ ટુ નેટવર્કિંગ, લાયઝન થુ્ર નેટવર્કિંગ, રિલેશનશિપ ઇન નેટવર્કિંગ અને ટેકનોલોજી ઇન નેટવર્કિંગ ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ જેવા વિષયોને આવરી લેશે. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે. અત્રે નોંધનીય છે કે, ઉદ્યોગ – ધંધાની સાથે જોડાયેલા લોકો નેટવર્કિંગ સંસ્થાઓમાં જોડાય છે પણ તેનો લાભ કેવી રીતે લઇ શકાય ? તે આ કોન્કલેવમાં શીખી શકાશે. આ ઉપરાંત વિવિધ સેવાઓ સાથે જોડાયેલી વ્યકિતઓના સંપર્કમાં આવવાથી જરૂરી ઉપયોગી માહિતી પણ મેળવી શકાશે.આ કોન્કલેવમાં જોડાવવા માટે ગુગલ લીન્ક http://bit.ly/3YQLxsD પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત