સુરત : કતારગામ ખાતે G20 ના ઉપલક્ષ્યમાં ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 10 માર્ચ : વડોદરા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે G20 અંતર્ગત તાપી નદી કિનારે આવેલા કતારગામ વોટરવર્ક્સમાં ક્લોરીન ગેસ લીકેજની ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી. કોઈપણ કેમિકલ, બાયોલોજીકલ આપત્તિના વિકટ સમયમાં જાનહાનિ થતી અટકાવી શકાય તેમજ તાત્કાલિક સારવાર પૂરી પાડીને ઘાયલ વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો આ મોકડ્રીલનો હેતુ હતો. જેમાં વિશેષત: કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર (CBRN) આપત્તિઓને પહોંચી વળવા માટે ઓનસાઈટ મોકડ્રીલ પાર પાડવામાં આવી હતી અને માત્ર 25 મિનિટમાં ગેસ લિકેજ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સિટી પ્રાંત અધિકારી જી.વી.મિયાણીની ઉપસ્થિતિમાં NDRF વડોદરાના આસિ.કમાન્ડન્ટ રાકેશ કુમારની નિગરાની હેઠળ આયોજિત આ મોકડ્રીલમાં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. ઈમરજન્સીની સ્થિતિમાં તંત્ર અને વોટર વર્કસના કર્મચારીઓ ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસો અંગે NDRF દ્વારા પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોકડ્રીલ અંતર્ગત સવારે 11 વાગ્યે કતારગામ સ્થિત વોટરવર્ક્સ ખાતે 150 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટોનર બદલતી વખતે મેઈન વાલ્વમાંથી અચાનક ક્લોરીન ગેસ લીક થવા લાગ્યો હતો. ફરજ પરના ઓપરેટર સ્ટાફમાંથી ટોનર નજીક રહેલો એક કર્મચારી ગેસ ગળતરની અસરમાં બેહોશ થઈ ગયો હતો. સાઈટ કન્ટ્રોલર દ્વારા 11:05 મિનીટે ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. ફાયર, આરોગ્યની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ સર્ચ ઓપરેશ શરૂ કર્યું હતું. 11:17 વાગ્યે NDRF ની ટીમ આવી પહોંચતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કુલ 3 હતભાગી કર્મચારીઓના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય કર્મચારીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા.11:23 વાગ્યે લીકેજને બંધ કરવામાં સફળતા મળી હતી. લોકલ ક્રાઈસીસ ગ્રુપના અધ્યક્ષ ડે.કલેક્ટર જી.વી.મિયાણીએ 11:25 વાગ્યે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું. મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સુચનોની આપલે કરી હતી.

આ મોકડ્રીલમાં કતારગામના ઈ.મામલતદાર વિશાલ પટેલ, મનપાના ઈ.ડે.ચીફ ફાયર ઓફિસર અશોક સાળુંકે, ફાયર ઓફિસર હિતેષ ઠાકોર સહિત આરોગ્ય. ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *