ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આવતીકાલથી ‘શુભારંભ’ : સુરત જિલ્લામાં 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

શિક્ષણ જગત
Spread the love

સુરત, 13 માર્ચ : માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB), ગાંધીનગર દ્વારા લેવાતી એસ.એસ.સી( ધો.10 ) અને એચ.એસ.સી(ધો.12)ની માર્ચ 2023નીપરીક્ષાઓ રાજ્યભરમાં 14 માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે સુરત જિલ્લાનાં ધો.10 અને ધો.12નાંસામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ મળી કુલ 1,59,302 વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીતરફ પ્રથમ પગલું ભરશે. શિક્ષકો અને પરિવારની શુભેછાઓ સાથે આજે ધોરણ 10માં 90,253 અનેધો.12 સામાન્ય પ્રવાહમાં 52,350 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 16,699 વિદ્યાર્થીઓપરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષાના સુચારું આયોજનનાભાગરૂપ શહેર અને જિલ્લો મળી 12 ઝોનનાં 544 બિલ્ડિંગ અને 87 કેન્દ્રો ઊભા કરવામાંઆવ્યા છે. જે તમામ સ્થળે CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આજથી પરીક્ષા પૂર્ણ થાય તે દિવસસુધી કંટ્રોલ રૂમ કચેરી બનાવાય છે અને પરીક્ષા દરમિયાન જરૂરી પ્રતિબંધો પણમૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે કોઈ પણ મૂંઝવણ માટે 18602662345 અથવા 0261-2667600 પર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સુરતની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *