
સુરત : ભારતની સૌથી મોટી પીઆર કન્સલ્ટન્સી કંપનીની ક્રિકેટ ટીમ એડફેક્ટર્સ યુનાઇટેડ પબ્લિક રિલેશન્સ પ્રીમિયર ક્રિકેટ લીગ (PRPCL) 2023, વેસ્ટ એડિશનમાં 11 માર્ચ, 2023ના રોજ વિજેતા જાહેર થઈ હતી. પબ્લિક રિલેશન્સ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (PRCAI) દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટની ફાઇનલ મુંબઈના ખાર જીમખાનમાં યોજાઈ હતી.
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં એડફેક્ટર્સ યુનાઇટેડએ PRPCLના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત કરીને ફક્ત 6 ઓવરમાં 131 રન બનાવ્યાં હતાં. ટીમે +4.77ના પોઝિટિવ નેટ રનરેટ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ટૂર્નામેન્ટમાં +2ના ફરક સાથે સૌથી વધુ નેટ રનરેટ જાળવી રાખ્યો હતો.
સતવીર ખૈરાલિયાએ કુલ 248 રન બનાવ્યાં હતાં. તેમને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમણે 2 મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો હતો. સુશીલ મ્હાડગુટેએપણ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો, તો કાર્તિક બાંગેરાએ સેમિફાઇનલમાં ફાઇટર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો.
આ વિજય પર એડફેક્ટર્સ પીઆરના સીઇઓ નિજય એન નાયરે કહ્યું હતું કે, “અમારા માટે એડફેક્ટર્સ પીઆરની કાર્યશૈલીમાં રમતગમત અભિન્ન અંગ છે. અમારા આંતરિક વિકાસ કાર્યક્રમો હોય કે સંપૂર્ણ ઔદ્યોગિક સ્તરે સ્પર્ધા હોય, અમને ગંભીરતાપૂર્વક રમત અને ખેલદિલીની ભાવનાને નવા સ્તરે લઈ ગયા છીએ. ટ્રોફી જીતવાથી અમને ગર્વ અને અતિ આનંદ થાય છે. અમે એકાગ્રતા, પ્રેમ અને ખંત સાથે અમારી કામગીરી કરવાની જેમ રમતગમતમાં અમારા લોકોને સતત ટેકો આપીએ છીએ.”
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત