સુરત : ચેમ્બર દ્વારા પોલીસ્ટર યાર્ન ઉપર ક્વોલીટી કન્ટ્રોલના ઓર્ડર અંગે રજુઆત કરાઈ

વેપાર જગત
Spread the love

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરતના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલીન પ્રમુખ આશિષ ગુજરાતી, ફીઆસવીના પ્રમુખ ભરત ગાંધી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ગૌરાંગભાઈ ભગત દ્વારા આજ રોજ કેન્દ્ર સરકારના કેમિકલ અને રસાયણ ખાતાનાં માનનીય મંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકાત કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા હાલમાં પોલીસ્ટર યાર્ન ઉપર ક્વોલીટી કન્ટ્રોલના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે, જેની જોગવાઈનો અમલ તા.3 એપ્રિલ, 2023થી કરવાનો છે. આ અંગે ચેમ્બરમાં ઘણી મીટીંગો થઇ હતી અને છેવટે માનનીય મંત્રીને ઉદ્યોગો તરફથી રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રતિનિધિમંડળની વિગતવારની રજૂઆતને મંત્રીએ ધ્યાને લઇ કેમિકલ અને ફર્ટીલાઈઝર ખાતાનાં સચિવશ્રી બારુકાને પણ માહિતગાર કરવા જણાવ્યું હતું. બારુકાને પણ આ વિષે જાણકારી આપવામાં આવી હતી, જેમણે જરૂર પડ્યે અમલનો સમય લંબાવવાં યોગ્ય કરવા સંમતી આપી હતી. સમગ્ર બાબતને લઈને એકંદરે સર્વનો અભિપ્રાય ઉદ્યોગજગતને મદદરૂપ થવાનો રહ્યો હતો.

આ તબક્કે કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઈલ્સ રાજ્ય મંત્રી માનનીય દર્શના જરદોસ સાથે પણ મુલાકાત કરી મશીનરી પર કસ્ટમ ડયુટી , યાર્ન પર QCO, નવી ટેક્સટાઇલ સ્કીમ જેવાં ઘણા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. માનનીય મંત્રીએ કયા મુદ્દે ક્યા રજૂઆત કરવી તે અંગે પદ્ધતિસરનું માર્ગદર્શન આપ્યું હતું અને જયારે પણ જરૂર પડે ત્યારે સહકાર આપવાની ખાતરી આપી હતી.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર અને ફીઆસવીનું પ્રતિનિધિમંડળ ટેક્સ રીસર્ચ યુનિટ; મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સના જોઈન્ટ સેક્રેટરી લીમાતુલ્લા યાદેનને પણ મળ્યું હતી અને 1 એપ્રિલ, 2023થી ટેક્સટાઈલ મશીનરી પર અમલી બનનારી કસ્ટમ ડયુટીનો અમલ ન કરવા તથા એન્ટી ડમ્પિંગ ડયુટી બાબતે વિસ્તૃત રજૂઆત કરી હતી. યાદેને આ સર્વ રજુઅતોને ધ્યાને લઇ આગળ ઉપર રજૂઆત કરવા બાંહેધરી આપી હતી.

વધુમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અતિથિવિશેષ તરીકે માનનીય મંત્રી દર્શનાબેન જરદોસને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો મંત્રીએ સ્વીકાર કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *