
સુરત, 13 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરતના ઓવરસીઝ એક્સ્પો અન્વયે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાના નેતૃત્વમાં રોડ શોનું આયોજન ખાસ ટેક્સટાઈલ્ ઉદ્યોગ માટે કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન ટેક્સટાઈલ્સ ટ્રેડ ફેરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેડ ફેર અંગેની તમામ માહિતી ઉજાગર કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે અમેરિકાના ડલાસ સહેરમાં એપ્રિલ 27, 28 અને 29 તારીખે ટેક્સટાઈલ એક્ઝીબીશનનું સેકંડ એડીશનનું આયોજન થઇ રહ્યું છે.
સુરત શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાએલા એથનિક વેરના વેપારીઓ તથા વિવર્સ જે અવનવું ફેબ્રિક બનાવે છે તેઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુનેહ બતાવવાની ઉતમ તક મળશે. મહત્વની વાત એ છે કે અમેરિકામાં પણ અંદાજીત 400 બિલીયન ડોલરનું ટેક્સટાઈલ ઉદ્યોગનું માર્કેટ છે, જેમાં 100 બિલિયન ડોલરનું ઈમ્પોર્ટ છે જે સુરતના વેપારીઓએ ઝડપી લેવા જેવી તક છે. ચેમ્બરના આ સેકંડ એડીશન ટેક્સટાઈલ એગ્ઝીબિશનમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ખાસ 3” x 3” અને 3” x 6” એમ બે પ્રકારની સાઈઝના સ્ટોલનું આયોજન છે. જેમાં એથનિક વેર, વેડિંગ વેર, બેડશીટ, કર્ટન, હોમ ફ્ર્નીશિંગ તેમજ સાડી ના વેપારીઓ પણ ભાગ લઇ શકશે. સ્ટોલની કિંમત MSME ઉદ્યોગને ધ્યાનમાં રાખીને ખુબ જ નજીવાં ભાવ રાખવામાં આવ્યા છે.
આ એગ્ઝીબિશનને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન, ગ્વીનેટ ચેમ્બર અને અમેરિકાના સમગ્ર ગુજરાતી સમાજનો ટેકો છે. આજનાં રોડશોમાં ચેમ્બરના ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, માનદ મંત્રી ભાવેશ ટેલર, માનદ ખજાનચી ભાવેશ ગઢિયા, એક્ઝીબીશન ચેરમેન બીજલ જરીવાલા, ચેમ્બર અગ્રણી મયુર ગોળવાળા અને કોન્સ્યુલેટ લાયસન કમિટીના ચેરમેન હર્ષલ ભગત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાએલા વેપારીઓએ હાજર રહી રોડશો બાદ સ્ટોલ બુકિંગ માટે સ્પોટ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત