
સુરત, 13 માર્ચ : વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડના મોરગામ ખાતે હળપતિ સમાજ માટે નિર્મિત થયેલા 35 આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે, એને પોતાનું ઘરનું ઘર હોય અને આજે દરેકનું આ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને લીધે સાકાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારનો એક પણ વ્યક્તિ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે સરકાર સતત કાર્ય કરી રહી છે.મોર ગામમાં એક પણ મકાન કાચું નહિ રહે તમામ લોકોને ઘરનું ઘર મળશે. આ તકે મંત્રીએ આવાસ મેળવનાર સૌ પરિવારજનોનું જીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ,તાલુકા સંગઠન મહામંત્રી કુલદીપભાઈ,મોર ગામના સરપંચ આશા રાઠોડ,ડેપ્યુટી સરપંચ રાજેશ પટેલ, તલાટી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત