સુરત : નિયોલ-ચલથાણ સ્ટેશન વચ્ચે આવેલુ રેલ્વે ક્રોસીંગ વાહનવ્યવહાર માટે ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે

સ્થાનિક
Spread the love

સુરત, 29 માર્ચ : DFCCIL (Dedicated Freight Corridor Corporation of India Ltd.)-વડોદરાની દરખાસ્તના આધારે ઉધના-જલગાંવ પશ્ચિમ રેલ્વેના નિયોલ-ચલથાણ સ્ટેશન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ નં.8 રેલ્વે IR કિમી 7/1-2 ખાતે રોડ ઓવરબ્રિજની કામગીરીને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ બહાર પાડેલા એક જાહેરનામા મુજબ તા.30/04/2023 સુધી રેલ્વે ક્રોસીંગ નં.8 વાહનવ્યવહાર માટે બંધ કરવાનો હુકમ રહેશે. જેથી આ રૂટ પરના વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ક્રોસિંગ બંધ રહે તે સમયગાળા દરમ્યાન આ રૂટનો વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ન થાય એ માટે વિકલ્પ તરીકે રેલ્વે ક્રોસીંગ નં.05(ઉધના) અને રેલ્વે ક્રોસીંગ નં.12 (ચલથાણ) પરથી વાહનોને પસાર થઈ શકશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *