સુરત ખાતે JITO આયોજિત અહિંસા રનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન

ખેલ જગત
Spread the love

સુરત, 2 એપ્રિલ : IIFL અને જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- JITO દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વીઆર મોલ સુધી ખાતે વહેલી સવારે આયોજિત ‘અહિંસા રન’ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 5 હજારથી વધુ સુરતીઓ આ મેરેથોનમાં જોડાયા હતા. પોલીસ અધિકારી-કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 10 કિ.મી., 5 કિ.મી અને 3 કિ.મી. એમ ત્રણ પ્રકારની દોડ યોજાઈ હતી.આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અજય તોમર, નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને પોલીસ મુખ્યમથક) સરોજકુમારીએ વિશેષ ઉપસ્થિત રહી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી અઠવાગેટ અને ત્યાંથી વી.આર મોલ સુધી આયોજિત દોડના ફ્લેગઓફમાં સહભાગી બન્યા હતા.

નોંધનીય છે કે, ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસના અગ્ર દિવસે આજે જીતો દ્વારા ભારતના 67 શહેરો અને 9 દેશોમાં અહિંસાનો સંદેશ આપવા આ અહિંસા મેરેથોન યોજવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *