સુરત : નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો પ્રારંભ કરાયો

સામાજીક
Spread the love

સુરત, 2 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીના ડોકટર સેલ દ્વારા આયોજીત સીપીઆર (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાનનો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ સાહેબના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર દિવસ દરમિયાન 140 ડોકટરો દ્વારા 3000 તથા સ્મિમેર ખાતે 2700 જેટલા ભાજપના કાર્યકરોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં આજે 38 હોસ્પિટલોમાં લગભગ 1200 જેટલા ટ્રેન્ડ ડોક્ટરો દ્વારા 60 હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા અન્ય નાગરિકોને એક દિવસમાં આ ટ્રેનિંગ આપવાનુ આયોજન છે. સીપીઆરની ટ્રેનિંગ થકી તાત્કાલિક કોઈ વ્યક્તિ જેને હૃદયરોગના એટેક આવ્યો હોય અને હોસ્પિટલ લઈ જવાના સમય ગાળા વચ્ચેનો જે સમય હોય એમાં સીપીઆરની ટ્રેનિંગ લીધેલ વ્યક્તિ હાજર હોય તો સીપીઆરની સારવાર થકી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. કાર્યક્રમમાં 108 ઇમરજન્સી સેવા આપતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદએ જણાવ્યું કે, ડૉક્ટરો દ્વારા છેલ્લા અઢી વર્ષમાં વિશિષ્ટ પ્રકારની કામગીરી કરીને રાજયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્યના અભિયાનો સફળ બનાવ્યા છે. ડૉક્ટર સેલ અને અનેક ડોકટરો દ્વારા સમય આપીને કાર્યક્રમોને સફળ બનાવ્યા છે તે બદલ સૌને અભિનંદન.આજે સીપીઆર ટ્રેનિંગ કેમ્પ કરવામાં આવ્યો છે જે સમગ્ર રાજ્યમાં 60 હજારથી વધુ લોકોને આ ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન છે, અત્યાર સુધીનો એક દિવસમાં 26 હજાર લોકોને ટ્રેનિંગ આપવાનો રેકોર્ડ છે ત્યારે આજે ગુજરાતમાં રેકોર્ડ બને માટે આજે એક દિવસમાં 60,000થી વધુ લોકોને ટ્રેનિંગ આપવા પ્રયત્ન કર્યો છે. કોરોના બાદ અનેક કિસ્સાઓ જોયા છે જેમાં એટેક આવતા હોય છે અને સારવાર મળે એ વચ્ચેનો જે સમય હોય છે એમાં વ્યક્તિનો જીવ જવાની સંભાવના હોય છે તાત્કાલિક જો સારવાર મળી જાય તો વ્યક્તિનો જીવ બચી શકે એ માટે જ ડોક્ટરોએ આ કાર્યક્રમ થકી સીપીઆરની ટ્રેનિંગ લીધેલ વ્યક્તિ જો ત્યાં હોય તો તેને જે સારવાર આપશે જેના કારણે હોસ્પિટલ લઈ જવાના વચ્ચે જે ગેપ પડે છે એમાં સીપીઆર થકી એ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. કોરોના બાદ ઘણા લોકો ઓછી ઉમરના સશકત લોકો પણ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. તેવી રીતે નવસારી, વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરતમાં 140 જેટલા ડોકટરો ટ્રેનિંગ આપવા માટે આવ્યા છે. કોરોનાના સમયમાં જે ડોકટરો દ્વારા ખૂબ સારી કામગીરી કરી છે પોતાના જીવની ચિંતા કર્યા વગર સેવા કરી છે જે ખૂબ અભિનંદનને પાત્ર છે. આ ટ્રેનિંગ થકી કોઈ પણ એવા વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે અને એનો જીવ બચે એજ ઉદ્દેશથી કરવામાં આવેલ આ આયોજન થકી ઘણા લોકોના જીવ બચશે.

આ કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા,ધારાસભ્ય પૂર્ણેશ મોદી, સંગીતા પાટિલ, મનુ પટેલ, બીજેપી ગુજરાત મેડિકલ સેલના પ્રદેશ અધ્યક્ષ ડો. શિરીષભાઈ,સુરત મહાનગર મેડિકલ સેલના અધ્યક્ષ ડો.વિરેન્દ્રસિંહ મહિડા, સીપીઆર ટ્રેનિંગના પ્રમુખ ડો.પારૂલ વડગામા,પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ, આર.એમ.ઓ. ડૉ. કેતન પટેલ, ગુજરાત નર્સિગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, મેડીકલ કોલેજના ડીન ડૉ.ઋતુમભરા મહેતા, મેડિકલ વિભાગના અધિકારીઓ, ડોકટરો,કોર્પોરેટરો,પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *