જીઆઇડીસીમાં કાર્યરત ઓટો મોબાઇલના સેલ્સ એન્ડ સર્વિસિસ સંબંધિત એકમોને ઔદ્યોગિક પ્રવૃત્તિનો દરજ્જો આપવા ચેમ્બરની રજુઆત

વેપાર જગત
Spread the love

સુરત, 3 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલાના નેજા હેઠળ સાઉથ ગુજરાત ઓટો મોબાઇલ ડિલર એસોસીએશનના પ્રમુખ હિતેન્દ્ર નાણાવટી, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધિ અજિત શાહ તથા ગુજરાતના વિવિધ ઓટો મોબાઇલ ક્ષેત્રના અગ્રણીઓએ સોમવાર, 3 એપ્રિલ 2023ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય કક્ષાના ગૃહ તેમજ ઉદ્યોગ મંત્રી હર્ષભાઇ સંઘવીની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં કાર્યરત ઓટો મોબાઇલના સેલ્સ એન્ડ સર્વિસિસ સંબંધિત એકમોની પ્રવૃત્તિને જીઆઇડીસી દ્વારા વાણિજ્યક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. જો કે, કેન્દ્ર સરકારની નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કલાસિફિકેશન પ્રમાણેની ગાઇડ લાઇન મુજબ જીઆઇડીસીમાં કાર્યરત ઓટો મોબાઇલના સેલ્સ એન્ડ સર્વિસિસ સંબંધિત એકમોને ઔદ્યોગિક પ્રવૃત્તિનો દરજ્જો આપી તેઓને જીઆઇડીસીમાં કાર્યરત રાખવાની મંજૂરી આપી શકાય તેમ છે.
દરમ્યાન ચેમ્બર દ્વારા આજરોજ ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય કક્ષાના ગૃહ તેમજ ઉદ્યોગ મંત્રી હર્ષસંઘવીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.રાજ્યભરમાં ઓટો મોબાઇલના સેલ્સ એન્ડ સર્વિસિસ સંબંધિત આશરે 505 જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે અને તેના થકી 50 હજાર પરિવારને રોજગારી પ્રાપ્ત થાય છે, આથી બંને મંત્રીઓએ ચેમ્બરની રજૂઆતને ધ્યાને લઇને ઓટો મોબાઇલના સેલ્સ એન્ડ સર્વિસિસ સંબંધિત એકમોને ઔદ્યોગિક પ્રવૃત્તિનો દરજ્જો આપવા માટે આશ્વાસન આપ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *