
સુરત, 3 એપ્રિલ : રાહુલ ગાંધીના સાંસદપદ ગુમાવ્યાની ઘટના સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાસ્પદ બની છે. સાંસદ પદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિત વિપક્ષોએ આ મુદ્દે રાજનીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. જયારે શાસક પક્ષ ભાજપા સહિત એનડીએના સાથી પક્ષોએ આ જે કઈં થયું તે બંધારણની જોગવાઈ પ્રમાણે થયું હોવાનું જણાવ્યું છે.ગત 23 માર્ચે રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.જેના બીજા દિવસે એટલે કે 24મી માર્ચે રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવવું પડ્યું હતું .સુરત કોર્ટનાચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા.સોમવારે સાંસદ પદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ગાંધી ફરીથી સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યા હોઈને આ મુદ્દો ફરીથી રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાના એરણે ચડ્યો હતો. જોકે, રાહુલ ગાંધીના દ્વારા કરવામાં સજા પર સ્ટે ની કરવામાં આવેલી અરજી અંગે વધુ સુનાવણી આગામી 13 એપ્રિલના રોજ હાથ ધરાશે અને ફરિયાદી રાહુલ ગાંધીના વકીલે આગામી 10મી એપ્રિલ સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે.કોર્ટના આ નિર્ણય બાદ હવે 10મી એપ્રિલ સુધી આ મુદ્દો હવે રાજનૈતિક દ્રષ્ટિથી શાંત રહેશે કે કેમ ? તે તો સમય જ બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ‘મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.જે સંદર્ભે રાહુલ ગાંધીને થયેલી સજા અને ત્યાર બાદ સાંસદ પદ રદ થવાની ઘટના ” ટોક ઓફ ઘી નેશન ” બની હતી.
રાહુલ ગાંધીના વકીલ બી.એમ.માંગૂકિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી માટે આજે 3 બાબતોને લઈને અમે અહીં આવ્યા હતા. જેમાં અપીલ દાખલ કરવી, જામીન અને સસ્પેન્શન ઓફ કન્વીક્શન. આ ત્રણમાં અપીલ દાખલ થઈ છે. જામીન મળી ગયા છે અને ત્રીજું સસ્પેન્શન ઓફ કન્વીક્શન. જે અંગેની સુનાવણી આગામી 13મીએ થવાની છે.
સુરત કોર્ટમાં રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને રાજસ્થાન, છત્તીસગઢના મુખ્યમંત્રી સહિતના પૂર્વ મંત્રીઓ અને વકીલોના કાફલા સાથે બસમાં આવ્યાં હતાં.તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયે તેઓ આ બસ મારફતે જ એરપોર્ટ રવાના થયા હતા. તેમના આગમન પૂર્વે જ ગઈ સાંજથી જ સુરત કોંગ્રેસના શહેર-જિલ્લાના અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત