સુરત : ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 5 વાહનો સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી સર્વેલન્સ ટીમ

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 8 એપ્રિલ : ડીંડોલી પોલીસ સ્ટેશનના રામીપાર્ક, અંબિકાનગર, દેલાડવા, રાજમહેલ મોલ, સંતોક રેસીડેન્સી વિગેરે અલગ અલગ વિસ્તારોમાંથી માર્ચ/2023 ના મહિનામાં કુલ-6 બાઈક/મોપેડ સહિત કુલ રૂપિયા 2,30,000/- ના વાહનો અલગ અલગ જગ્યાએથી ચોરી કરી અજાણ્યા ચોરલઈ ગયેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 મુજબના અલગ અલગ કુલ-6 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા હતા.
સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી પોલીસ સ્ટાફ સાથે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન PC નિરવ રમેશભાઈ તથા PC નિકુલદાન ચૈનદાન નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “ત્રણ ઈસમો ડીંડોલી વિસ્તારમાંથી ચોરી કરેલ પાંચ મોપેડ/ બાઇક વેંચવા માટે ડીંડોલી થી પાંડેસરા તરફ જતા સી.આર. પાટીલ બ્રિજ નીચે વાહનો સાથે ઉભા છે” જેથી બાતમી હકીકતની ખરાઈ કરી સર્વેલન્સના પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઈને ત્રણ ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડી તેઓના નામ પૂછતા (1) કરણ સંજય પાટીલ (2) સ્વપ્નિલ રૂપેશ દેશમુખ (૩) નિલેશ ઉર્ફે નાનું એકનાથ પાટીલ ત્રણેય રહે- નવાગામ ડીંડોલી સુરતના હોવાનું જણાવેલ, તેઓ પાસેથી ડીંડોલીમાંથી ચોરી કરેલ પાંચ બાઇક/ મોપેડ જેની કિંમત રૂપિયા 2,00,000/- ના મુદ્દામાલ રીકવર કરેલ છે. ઉપરોક્ત આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ-6 વાહનો પૈકી 5 વાહનો સ્થળ ઉપર કબજે કરવામાં આવેલ છે જ્યારે છઠ્ઠુ મોપેડ બ્લ્યુ કલરની હોન્ડા એક્ટિવા GJ05NK8671 મહારાષ્ટ્ર ખાતે તેઓના મિત્રને આપેલ હોવાનું જણાવેલ છે જેને પરત લાવવાની તજવીજ ચાલુ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *