સુરત : વનિતા વિશ્રામ ખાતે બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે જ્ઞાનસત્ર સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત,10 એપ્રિલ : ડો.બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ-સુરત દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે વનિતાવિશ્રામના શિવગૌરી હોલ ખાતે 8મી એપ્રિલથી આયોજિત જ્ઞાનસત્ર સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચીફ ઇન્કમટેક્સ કમિશનર સુવચનરામ(I.R.S.) તથા અધિક પોલીસ મહાનિદેશક વી.એમ.પારગી (આઈ.પી.એસ) અને નિવૃત્ત I.A.S. અધિકારી આર.જે.પટેલે જ્ઞાનવર્ધક પ્રવચન આપ્યું હતું.આ પ્રસંગે સમાજની ઉત્કૃષ્ટ સેવા બદલ 73 જેટલી વિધવા બહેનોને પેંશન અપાવનાર રેખા સતિષચંદ્ર પટેલ, તેમજ માતાપિતા વિનાની નિરાધાર દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીનું તેઓની દીકરીઓએ સન્માન સ્વીકાર્યું હતું. વંચિતોના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા માનવબંધુ વિજય મૈસુરીયા તથા કોરોનાકાળમાં દર્દીઓની ખૂબ સારી સેવા કરવા બદલ ડો.અશ્વિન વસાવા તેમજ ડો.માર્ટિન સહિત સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમિતિ તરફથી બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રીતે “હું મારા સમાજને કેવી રીતે પાછુ આપી શકું? તે અંગે થઈ રહેલ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. ડો.આંબેડકર લિખિત પુસ્તકો અને સાહિત્યનું સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ડો.આંબેડકરજીએ ગોળમેજી પરિષદમા આપેલ પ્રવચન તથા વિવિધ કાયદાઓ બનાવવા માટે ડો.આંબેડકરના પ્રદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શહેરના જાણીતા બિલ્ડર કે.કે.પટેલ, મનુ ચાવડા, સત્યશોધક સમાજ-મુંબઈના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ મૌર્ય, કિરણ ઈનામદાર, ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી પરીક્ષિત રાઠોડ, નાથુ સોસા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *