
સુરત, 11 એપ્રિલ : SGCCI ઉપપ્રમુખ પદ માટેની સ્પર્ધા રસપ્રદ બની રહી છે ત્યારે આ પદ માટેનાં પ્રબળ ઉમેદવાર મનિષ કાપડિયા નાં કાર્યાલય નો APMS કૃષિબજાર ખાતે મંગળવારે ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે વલ્લભ સવાણી (પી પી સવાણી ગ્રુપ) સી.પી. વાનાણી (ડાયમંડ હોસ્પિટલ), નાનુ વેકરિયા (સુરત ડાયમંડ એસોસિએશન), મહેન્દ્ર પટેલ (પૂર્વ કલેક્ટર), બાબુ ગુજરાતી (ઉપપ્રમુખ સમસ્ત પાટીદાર સમાજ) સાથે અનેક ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓ દ્વારા આ કાર્યાલયનું ઉદઘાટન થયું હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર એસોસિએશન, ફોગવા, સચિન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તેજસ, સાઉથ ગુજરાત ઇનોવેશન & ટેકનોલોજી કાઉન્સિલ, SJMA, ક્રેડાય, મેડિકલ એસોસિએશન, જોળવા કિમ પીપોદરા વિવર્સ એસોસિએશન, સ્વનિર્ભર શાળા સંચાલન, SETJA, વરાછા કલાસ એસોસિએશન, વરાછા કતારગામ જવેલર્સ એસોસિએશન, સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઇડરી એસોસિએશન, સુરત રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશન અને વિવિધ ઉદ્યોગનાં સંગઠન હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત ઉદ્યોગોનાં પ્રશ્નોનું નિરાકરણ અને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ સભ્યે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ઉદ્યોગ જગતમાં ઉત્સાહનું વાતાવરણ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત