સુરત જિલ્લામાં જાહેર તથા ખાનગીક્ષેત્રના એકમોને ફરજિયાતપણે ખાલી જગ્યાઓની વિગતો રોજગાર વિભાગને આપવા અનુરોધ

સ્થાનિક
Spread the love

સુરત, 13 એપ્રિલ : શહેર-જિલ્લામાં રોજગાર કચેરીઓના અધિનિયમ(ખાલી જગ્યાઓની ફરજિયાત જાણ), 1959 હેઠળની જાહેરક્ષેત્રેની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ બોર્ડ અને બેન્ક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની, ફેકટરી, કોન્ટાકટ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ તમામ એકમોના સક્ષમ સતાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે, પોતાના ક્ષેત્રની ખાલી જગ્યાઓની જાણ સુરત જિલ્લા રોજગાર કચેરીને માર્ચ-2023 અંતિતના રજૂ કરવાના થતા પત્રક તા.30મી એપ્રિલ સુધીમાં વેબ સાઈટ www.employment.guj.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે રોજગાર કચેરી, સુરતનો હેલ્પલાઈન નં.63573 90390 પર અથવા રૂબરૂ સંપર્ક કરવા રોજગાર કચેરી, સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરાનો સંપર્ક સાધવા મદદનીશ નિયામક(રોજગાર) સુરતની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *