સુરત,13 એપ્રિલ : સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ (માહ્યાવંશી સમાજ) દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતી નિમિત્તે 14એપ્રિલના રોજ સાંજે 4:30વાગ્યે સ્નેહ સંકુલ વાડી, પહેલો માળ, અડાજણ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં બાબાસાહેબના વિચારો, સંઘર્ષ અને કાર્યો થકી પ્રેરણા લઈ આપણું સામાજિક દાયિત્વ નિભાવવા સંકલ્પ કરીએ, સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચાર અને કાર્યો પર પ્રખર આંબેડકરવાદી અને વિદ્વાન વિચારગોષ્ઠિ સ્નેહ સંકુલ ભવન ખાતે યોજાશે. જેમાં મુખ્ય વક્તા સુભયન રામ (નિવૃત્ત IRS પ્રિન્સીપલ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ), અન્ય વકતા આર.જે.પટેલ (નિવૃત્ત IAS), ડો. અર્જુન પટેલ (નિવૃત્ત પ્રોફેસર, વીર નર્મદ યુનિવર્સીટી) પ્રવચન આપશે. સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના પ્રમુખ ગણપત પરમાર, મેને.ટ્રસ્ટી નરેશ ઉમરાવ તેમજ ટ્રસ્ટીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત