સુરત : કરોડોની છેતરપિંડી આચરનારાઓના વિશે તત્કાલ ક્રાઈમ બ્રાંચમાં જાણ કરવા અનુરોધ

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 13 એપ્રિલ : સુરત શહેરની ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર 1989-90ના વર્ષમાં (1)માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ (2) ચંદ્રકલા માણેકલાલ ચૌહાણ (3) જગદીશ બેચર રાજપુત કે જે વર્ષોથી ઈંગ્લેંડમાં સ્થાયી થયા છે, તેઓની માલિકીના 8 પ્લોટની ખરીદી કરી અસલ વેચાણ દસ્તાવેજ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે જમા હતા. અસલ દસ્તાવેજના માલિકો વર્ષોથી ઈંગ્લેંડ સ્થાયી હોવાથી એના લાભ ઉઠાવી તેમની જાણ બહાર આરોપીઓએ અસલ દસ્તાવેજો વકીલ રામગોંન્ડ દ્વારા ખોટી સહીઓ કરી છોડાવી લઇ તે અસલ દસ્તાવેજો આધારે તેના અસલ માલિકોના ભળતા નામવાળા ખોટા વ્યકિતઓ ઉભા કર્યા હતા. અને તેમના નામના બનાવટી પુરાવા ઉભા કરી બનાવટી સ્ટેમ્પ પેપર ઉપર પાવર ઓફ એટર્ની કરી પ્લોટોના અસલ માલિકના દીકરા પોતે માલિક હોવાનુ સબ રજિસ્ટ્રારમાં રૂબરૂ જણાવી ખોટા નામધારણ કરી ખોટી રીતે દસ્તાવેજો બનાવ્યા હતા, અને અવેજ મેળવી લઇ બારોબાર અસલ માલિકની જાણ બહાર પ્લોટ વેચાણ કરી ગુનાઓ કર્યા છે.
આ તપાસ દરમિયાન કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ માલિકોની જાણ બહાર સ્ટેમ્પ વકીલે છોડાવ્યો હતો, જે વકીલ મુકેશ રામગોન્ડેને આરોપી તરીકે અટક કરી તપાસ કરતાં તેમણે અસલ દસ્તાવેજ છોડાવી શૈલેષ ત્રિવેદીને આપ્યો હતા. તેમણે આ અસલ પ્લોટ માલિકો વતી ખોટા ઈસમો ઉભા કર્યા હશે, જે શૈલેષ ત્રિવેદીનું મૃત્યુ થયું છે. માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા તેમના પત્નિ ચંદ્રકલા માણેકલાલ ચૌહાણની માલિકીના પ્લોટ તેમનો કોઈ હિતેષ નામનો દીકરો ના હોવા છતાં તે ખોટું નામધારણ કરનાર હિતેષ માણેકલાલ ચૌહાણનો ફોટો આ સાથે છે. જગદીશ બેચર રાજપુત નામ ધારણ કરનાર અને તેના અસલ માલિક વતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી દસ્તાવેજ કર્યો તે ફોટો પણ સામેલ છે.

ઉપરોક્ત નામો ધારણ કરનાર અજાણ્યા શખ્સોના ફોટા દસ્તાવેજોમાં ચોંટાડેલા છે. પ્રાથમિક પોલીસ તપાસમાં તેમની ભાળ મળી શકી નથી. જેથી આ શખ્સો વિષે કોઈ ભાળ મળે તો તેની માહિતી જી.એન.સુથાર (પી.એસ.આઈ), આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચ-સુરતને રૂબરૂ અથવા મો.નં. 9979867316 અને 9426554513 ઉપર સંપર્ક કરીને માહિતી આપી શકાશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *