
સુરત, 14 એપ્રિલ : ભારતરત્ન ડો.બી.આર. આંબેડકરની 133મી જન્મજયંતિના પાવન અવસરે સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. મંત્રીએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રાવજી આંબેડકરની જન્મજયંતિના અવસરે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો તથા માંડવીના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, બાબા સાહેબે વિશ્વનુ શ્રેષ્ઠ બંધારણ ધડ્યુ હતુ. મંત્રીએ આંબેડકરજીના આદર્શો અને મૂલ્યોને અપનાવીને સમૃદ્ધ રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો. બાબા સાહેબનો જન્મ મહારાષ્ટ્રના નાનકડા ગામમાં થયો હતો. તેમનો અભ્યાસ વડોદરા તથા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વંચિતોના કલ્યાણ માટે જીવનભર ઝઝુમ્યા હતા. બાબા સાહેબ પાસે નવ જેટલી ભાષાઓનુ જ્ઞાન તથા 32થી વધુ ડિગ્રીઓ ધરાવતા હતા. તેમના જીવનમાંથી પ્રેરણા લઇને ભારત દેશના વિકાસમાં યોગદાન આપવાની હિમાયત તેમણે કરી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત