
સુરત, 16 એપ્રિલ : આજરોજ તા.16/04/2023ના રોજ “નો ડ્રગ્સ ઈન સુરત શહેર” કેમ્પેન અંતર્ગત સુરત શહેરના નાગરિકોમાં એથ્લેટિક્સ પ્રત્યે રુચિ આવે એ હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર એથ્લેટિક્સ મીટ -2023નું આયોજન ઉમરા પો.સ્ટે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ જેમાં સુરત શહેર ના તમામ નાગરિકો તથા પોલીસ અને પોલીસ પરિવાર દ્વારા ભાગ લેવામાં આવેલ. જેનો શુભારંભ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.આ એથ્લેટિક્સ મીટ 2023ની ઓપનિંગ સેરેમનીમાં સુરત શહેર માંથી કુલ- 901 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એથ્લેટિક્સ મીટ -2023ના પ્રથમ દિવસે પુરૂષ કેટેગરીમાં 1500 મીટર તેમજ 400 મીટરની દોડની સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી.જ્યારે મહિલા કેટેગરીમાં 400 મીટર તેમજ 100 મીટર દોડની સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી.

આવતીકાલે 17મી એપ્રિલ સોમવારનાના રોજ આ એથ્લેટિક્સ મીટ 2023ની 1500 મીટર,400 મીટર તેમજ 100 મીટર રનિંગની સેમી ફાઇનલ અને ફાઇનલ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધાઓની સાથે સાથે ગોળા ફેંક તેમજ લાંબી કૂદની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ તમામ સ્પર્ધાઓના વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર તેમજ રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ પણ સોમવારે રાખવામાં આવેલ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત