
સુરત, 30 એપ્રિલ : જેઈઈ મેઈનનું પરિણામ જાહેર થયું છે . જેમાં, પી.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે અને સુરત શહેર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે.એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના સુભાષ વિનોદભાઈ માલવિયાએ સમગ્ર ભારતમાં gen-pwd માં 5મો રેન્ક તથા પાનસુરીયા ધ્રુવ રસિકભાઈએ JEE ના પરિણામમાં 50મો રેન્ક મેળવ્યો છે આ ઉપરાંત 99 PR ઉપર 11 વિદ્યાર્થીઓ, 95 PR ઉપર 72 વિદ્યાર્થીઓ, 90 PR ઉપર 164 વિદ્યાર્થીઓએ સ્કોર પ્રાપ્ત કર્યો હતો.આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.

શનિવારે આ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી રૂબરૂ મળ્યા હતા અને આ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.વિશેષમાં ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ સુભાષ માલવિયાએ અને પાનસુરીયા ધ્રુવએ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત