સુરત શહેર પોલીસ મુખ્ય મથક સ્થિત તાલીમ કેન્દ્ર ખાતે “મન કી બાત” કાર્યક્રમના 100માં સંસ્કરણનું આયોજન કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 30 એપ્રિલ : “મન કી બાત” કાર્યક્રમનું 100મું સંસ્કરણ રેડીયોના માધ્યમથી સમસ્ત ભારતમાં પ્રસારીત થયેલ છે આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા આજરોજ 30મી એપ્રિલ-2023(રવિવાર)ના રોજ 11કલાકે પોલીસ મુખ્ય મથક,સુરત શહેરના તાલીમ કેન્દ્ર ખાતે આ કાર્યક્રમને નિહાળવાનું આયોજન કરવામાં આવ્યંર હતું..આ કાર્યક્રમમાં કમિશનર અજય તોમર, અધિ.પો.કમિ.પી.એલ.માલ, અધિ.પો.કમિ.કે.એન.ડામોર, અધિ.પો.કમિ. ક્રાઈમ શરદ સિંઘલ તેમજ ના.પો.કમિ સરોજકુમારીનાઓના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે 300થી વધારે અધિકારી/કર્મચારીઓ તથા પોલીસ પરીવારના સભ્યો, મહિલાઓ, બાળકો તેમજ હોમગાર્ડ ,ટી.આર.બી, કમાન્ડો , તાલીમાર્થીઓ KU BEND દ્વારા “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો.સુરત શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશવાણી (All India Radio ) તથા દૂરદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવે છે.અત્યાર સુધી “મન કી બાત” કાર્યક્રમમાં વ્યસનમુક્ત ભારત(Drug free India) , સ્વચ્છ ભારત ( fit India), સ્વચ્છ ભારત અભિયાન, sandesh to soldiers , બેટી બચાઓ બેટી પઢાઓ જેવા વિષયો ઉપર દેશ વાસીઓને સંદેશ આપવામાં આવેલ. ‘મન કી બાત ‘ રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત સશસ્ત્ર દળો , આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા પોલિસ દળો અને નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવવા સહિતના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે. જે સૌને પ્રેરણા આપે છે.

‘મન કી બાત ‘ના 100માં સંસ્કરણ. દરમિયાન પીએમ મોદી દ્વારા selfie with daughter જે હરિયાણા રાજ્યમાં શરૂ થયેલ છે તેના વિશેષ ઉલ્લેખ કર્યો હતો.આ સાથે નારી શક્તિ વિશે કહેતા પીએમ મોદીએ ખેલ જગત , સેનામાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું અને સ્વયંસેવી સંસ્થા દ્વારા શરૂ કરાયેલા eco-friendly અભિયાન દ્વારા પર્યાવરણ ને થતા ફાયદા વિશે પણ જણાવ્યું હતું.. દેશના વિવિધ સ્થળોએ શરૂ થયેલ સ્થાનિક ઉદ્યોગ સાહસિકો દ્વારા નાના ઉત્પાદનો વડે સમસ્ત વિશ્વમાં લોકપ્રિયતા મળેલ છે જે vocal for local અને local for global ના ધ્યેય ને સાર્થક કરે છે.ભારત અને UNESCO ના સબંધો વિશે પીએમ મોદીએ જણાવ્યું હતું. National Education Policy વિશે જણાવતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષામાં ટેક્નોલોજી નો સમાવેશ કરી વધુ સારૂ પ્રદર્શન કરી શકાય, ગુજરાત માં શરૂ કરાયેલ ગુણોત્સવ તથા શાળાઉત્સવ જેવા કાર્યક્રમ વગેરે વિશે પણ ચર્ચા તેઓએ ચર્ચા કરી હતી.

“મન કી બાત” કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કમિશનર અજય તોમર દ્વારા પ્રધાનમંત્રીના આહવાનને માન આપીને સૌએ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન બની લોકોની સેવા કરશે એ બાબતે આશા વ્યક્ત કરી હતી તેમજ તમામ પોલીસને આ જ સંક્લ્પ સાથે સંદર્ભિત કાર્યક્રમ અનુસંધાને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી .

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *