
સુરત,02 મે : આજ રોજ જાહેર થયેલ ધો.12સાયન્સ ના પરિણામમાં પી.પી.સવાણી સ્કુલનો વિદ્યાર્થી ધ્રુવ રસિકભાઈ પાનસુરીયાએ સમગ્ર ગુજરાતમાં ગુજકેટ પરીક્ષામાં 120/120 સ્કોર પ્રાપ્ત કરી પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે તથા બોર્ડ પરિણામમાં 500માંથી 469 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.. આ ઉપરાંત ખોખરીયા યુગ રમેશભાઈએ પણ 500માંથી 475 માર્ક્સ મેળવી બોર્ડ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.આ ઉપરાંત ગુજકેટમાં પણ 120માંથી 117.50 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.સાથે સાથે ભંડેરી હેમિલ હિતેશભાઈએ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.આ ઉપરાંત ટોટલ ૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે.આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની છે.

આજ રોજ આ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સ્કુલ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી યુગ રમેશભાઈ ખોખરીયા બોર્ડ પરિણામમાં 500માંથી 475 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.આજ રોજ જાહેર થયેલ ગુજકેટ ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ 117.50 /120 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. આમ શાળાના સહકાર અને યુગની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કેયુગને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ, યુગ એમના પરિવાર સાથે હીરાબાગ સર્કલ પાસે સંતલાલ સોસાયટીમાં રહે છે. યુગ રાજકોટ જીલ્લાના ગુંદાળા ગામના વતની છે.તેના પિતા એમ્બ્રોડરી જોબવર્ક કરે છે.જયારે માતા ગૃહિણી છે. યુગનું AIIMS Delhi માંથી MBBS કરવાનું સ્વપ્ન છે.

પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી પાનસુરીયા ધ્રુવ રસિકભાઈ ગુજકેટમાં 120/120માર્ક્સ મેળવ્યાં હતા.આજ રોજ જાહેર થયેલ ગુજકેટ ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ 120/120માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે.આમ શાળાના સહકાર અને ધુવની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે ધ્રુવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ, ધ્રુવ એમના પરિવાર સાથે અમરોલીમાં છાપરા-ભાઠા રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે. ધ્રુવ જામનગર જીલ્લાના મકરાણી ગામના વતની છે.તેના પિતા વીમા એજન્ટ છે.જયારે, માતા ગૃહિણી છે. ધ્રુવનું ઇલેક્ટ્રોનીક્સ બ્રાંચમાં IIT માંથી અભ્યાસ કરવાનું સ્વપ્ન છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત