સુરત, 16 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર,17 મે 2023ના રોજ સાંજે 6 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની ઇન્સેન્ટીવ યોજનાઓ’ વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની ઇન્સેન્ટીવ યોજનાઓ જેવી કે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ 2022 ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી 2019 અને લોજિસ્ટીકસ પોલિસી વિષે વિસ્તૃત જાણકારી આપશે.
આ જાગૃતિ સત્રનો લાભ લેવા માટે ઉદ્યોગકારો, વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના હોદ્દેદારો અને પ્રતિનિધીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી કરીને તેઓ ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની ઇન્સેન્ટીવ સ્કીમ્સ વિષે જાણકારી મેળવી તેનો લાભ લઇ શકે. આ સેશનમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3ppakaf પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત