સુરત, 17 મે : ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમશાળા-અમદાવાદ દ્વારા સુરત ખાતે તા.18 મે એ, ડિસેબિલીટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (દિવ્યાંગ, અશક્ત વ્યક્તિઓનો બચાવ) તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાશે.
જેમાં સિવિલ ડિફેન્સ-સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશન-(NGO)ના સભ્યો તેમજ સંસ્કાર ભારતી વિદ્યાલય- અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવશે. તાલીમના ભાગરૂપે સવારે 10 થી સાંજે 4 વાગ્યા દરમિયાન સંસ્કાર ભારતી સ્કૂલ, પાલનપુર પાટિયા, અડાજણ ખાતે ડેડબોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જળહોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે ટ્રેઈનર્સ દ્વારા થિયરીકલ તાલીમ અપાશે. જ્યારે સાંજે 4:30 વાગ્યે જોગાણીનગર તરણકુંડ, અડાજણ ખાતે ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ (પૂર, જળહોનારતમાં ફસાયેલા વ્યક્તિઓનો બચાવ) વિષે તજજ્ઞો દ્વારા જીવંત ડેમો અપાશે. જેમાં ફ્લડ રેસ્ક્યુ ડેમો પર્સન અંતર્ગત સિવિલ ડિફેન્સ-સુરતના અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશવેકરિયા પચાસ ફૂટ ઉંચેથી પાણીમાં ડાઈવ(કુદકો) મારી 20 ફુટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવશે.
તાલીમ સત્ર અને રેસ્ક્યુ ડેમો દરમિયાન ડે. કલેક્ટર અને ઈન્ચાર્જ સિવિલ ડિફેન્સ તથા સિવિલ ડિફેન્સ કમાન્ડન્ટ (ગુજરાત રાજ્ય) તથા જી.આઈ.ડી.એમ-ગાંધીનગર ટીમ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત