
સુરત, 19 મે : સુરત જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને કલેકટ૨ કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી .જેમાં લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની કામગીરી અંગે જરૂરી વિગતો સહ સૂચનાઓ આપવામાં આવી હતી. કોઈ પણ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં આયુષ ઓક દ્વારા વિભાગના અધિકારીઓને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.આ બેઠકમાં બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલા, સુરત પોલીસ વિભાગના જોઇન્ટ સી.પી. કે.એન.ડામોર અને વિવિધ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત