પોલીસમાં ફરજ બજાવતી 4 મહિલા પોલીસ કર્મીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી એવોર્ડ મેળવી સુરત પોલીસનુ ગૌરવ વધાર્યું

ખેલ જગત
Spread the love

સુરત, 21 મે : સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરની સુચનાથી તથા નાયબ પો.કમિ. સરોજ કુમારીના માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ વિવિધ ગેમ્સમાં ભાગ લઈ ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ તથા નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રેરણા મેળવીને ઉતકૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઈનામો, મેડલો તથા ટ્રોફીઓ મેળવીને સુરત શહેરમાં ફરજ બજાવતી 4 મહિલા પોલીસ કર્મચારીઓએ સુરત શહેર પોલીસ તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યુ છે.

સુરત શહેર પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઇ વસાવા દ્વારા 12 મે,2023 થી 14 મે,2023 સુધી અંદાવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ , તીરૂચિરાપલ્લી , તામિલનાડુ ખાતે આયોજીત નેશનલ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપન 2023માં 84 માસ્ટર -1 માં ફુલ પાવરલિફ્ટીંગ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ ભારતભરમાં રોશન કરેલ છે. આ અગાઉ પણ રેખા દિલીપ વસાવા દ્વારા “સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપ 2023, સ્પોર્ટસ એસોસિએશન ઓફ સુરત ડીસ્ટ્રીક્ટ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપ 2023 જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલ જીતેલ છે.

આ સાથે પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા નિલમકુમારી રામપ્રસાદ મિશ્રા દ્વારા પણ પાવરલિફ્ટીંગ તથા આર્મ રેસ્લીંગમાં અલગ અલગ ઇનામો તથા ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. 12 મે,2023 થી 14 મે,2023 સુધી અંદાવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ , તીરૂચિરાપલ્લી , તામિલનાડુ ખાતે આયોજીત નેશનલ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપન 2023માં 63 કે.જી. વુમન સિનીયરમાં ફુલ પાવરલિફ્ટીંગ તથા બેન્ચપ્રેસમાં પ્રમાણપત્ર મેળવેલ છે. “સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપ-2023” , “સ્ટેટ સ્ટ્રેન્થ લીફ્ટીંગ ચેમ્પીયનશીપ-2023”, “ગુજરાત સ્ટેટ આર્મ રેસ્લીંગ ચેમ્પિયનશીપ-2023, “ગુજરાત સ્ટેટ ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ-2023”, “ઓપન ઇન્ટરનેશનલ સ્ટ્રેન્થ લીફ્ટીંગ અને ઇન્કાલાયન બેન્ચપ્રેસ-2023” અંતર્ગત કાઠમાંડુ, નેપાળ ખાતે વેઇટ કેટેગરી 65 – માં પ્રમાણપત્ર મેળવેલ છે.

સુરત શહેર પોલીસ મુખ્ય મથક માં ફરજ બજાવતા અન્ય મહિલા પોલીસ લોક રક્ષક ભુમિ હરજી તલસાણીયા પાવર લિફ્ટીંગ તથા કબડ્ડી અલગ અલગ ઇનામો તથા ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશીપ 2023ના રોજ વડોદરા ખાતે 18-19 ફેબ્રુઆરી,2023 અંતર્ગત પાવરલિફ્ટીંગ મા ડેડલીફ્ટ સિલ્વર મેડલ, બેંચ પ્રેસ સિલ્વર મેડલ , ક્વાર્ટર સિલ્વર મેડલ મેળવેલ છે આ સાથે “ગુજરાત સ્ટેટ ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ-2023” અંતર્ગત ડીકેથ્લોન, અમદાવાદ,“ઓપન કબડ્ડી -2023” ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટીંગ “ચેમ્પિયનશીપ 2023”, ગુજરાત સ્ટેટ ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ 2023 પ્રેસ સિલ્વર મેડલ મેળવેલ તથા ડેડલીફ્ટ મા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ની ટ્રોફી મેળવેલ છે, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ખાતે તા.15/01/2023 થી તા.20/01/2023 દરમ્યાન પાવરલિફ્ટીંગ “ચેમ્પિયનશીપ-2023,ઓપન સૌરાષ્ટ્ર ક્લાસિક ડેડલીફ્ટ “ચેમ્પિયનશીપ 2023”, સૂરત ડિસ્ટ્રિક્ટ ,પાવરલિફ્ટીંગ બેંચ પ્રેસ અને ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ 2023માં તા.21/1/2023 અંતર્ગત પાવરલિફ્ટીંગ મા ડેડલીફ્ટ ગોલ્ડ મેડલ , બેંચ પ્રેસ ગોલ્ડ મેડલ, ક્વાર્ટર ગોલ્ડ મેડલ મેળવેલ છે.

પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા પ્રિતિ નાનજીપટેલ. દ્વારા કેરેલામાં યોજાયેલ 9મી નેશનલ ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપ – 2022માં પસંદગી પામેલ અને પટાયા થાઈલેન્ડ ખાતે 16થી 22 નવેમ્બર 2022 દરમીયાન યોજાયેલ 14મી એશીયન ડ્રેગન બોટ ચેમ્પીયનશીપમાં ભારતની ટામમાં પસંદગી પામી પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ભારત દેશ માટે 2 કાસ્ય પદક જીતેલ. આ સાથે બિહાર ખાતે યોજાયેલ 10મી નેશનલ ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ ચેમ્પીયનશીપ / 1લી પેરા ડ્રેગનબોટ ઈંટ્રોડ્ક્શન રેસ ઇન ઈન્ડીયા 2022-23, બિહાર એંડ સીલેક્શન ટ્રાયલ ઓફ ટીમ ફોર 16મી IDBF ડ્રેગન બોટ વર્લ્ડ ચેમ્પીયનશીપ થાઈલેંડ & 19મી એશીયન ગેમ્સ હોંગજાઈ, ચાઈના 2022-23ના સીલેક્શન પામી ગુજરાતની ટીમ તરફથી ઉતકૃષ્ટ પ્રદર્શન કરવામાં આવેલ અને સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *