સુરત : સુરત શહેર પોલીસ દ્વારા ‘હર ઘર ધ્યાન, હર ઘર યોગ’ થીમ પર યોગ શિબિર યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 22 મે : સોમવાર રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ ખાતે આજે વહેલી સવારે સુરત શહેર પોલીસ દ્વારા ‘હર ઘર ધ્યાન, હર ઘર યોગ’ થીમ પર શિબિર યોજાઈ હતી, જેમાં પોલીસ શાખાના 500થી વધુ અધિકારીઓ, પોલીસ જવાનો જોડાયા હતા. સૌએ ચુસ્તદુરસ્ત રહેવા માટે વિવિધ ધ્યાનમુદ્રાઓ, યોગાસનો કર્યા હતા. આર્ટ ઓફ લિવિંગના યોગપ્રશિક્ષકો કલ્પેશ પાટિલ અને પ્રશાંત લાલચંદાનીએ યોગમુદ્રાઓ કરાવીને શિબિરનું સંચાલન કર્યું હતું.

પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં ક્રાઈમ બ્રાન્ચ, સાઈબર ક્રાઈમ, વિશેષ શાખા, ટ્રાફિક રિજીયન-(1 થી 4), ઈકો સેલ, મહિલા પોલીસ, એસ.સી./એસ.ટી.સેલ,કંટ્રોલરૂમ-પોલીસ હેડ ક્વાર્ટર, આઈયુસીએડબલ્યું બ્રાન્ચના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ શિબિરમાં જોડાયા હતા. સૌએ યોગ અને ધ્યાન દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા સાથે ‘ફીટ ઇન્ડિયા’નો સંદેશ આપ્યો હતો.

આ યોગશિબિરમાં નાયબ પોલીસ કમિશનર(હેડ ક્વાર્ટર એન્ડ એડમિન) સરોજકુમારી, જેસીપી (ટ્રાફિક)ડી.એચ.પરમાર, એસીપી બિશાખા જૈન, એસીપી એમ.કે.રાણા, એસીપી જે.એ.પઠાણ સહિત પોલીસ અધિકારીઓએ પણ જોડાઈને સૌ અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *